Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરામાં કોરોના સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો:બલૈયામાં મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારને કોરોનટાઇન કરી આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરાયો

ફતેપુરામાં કોરોના સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો:બલૈયામાં મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારને કોરોનટાઇન કરી આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરાયો

  વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરામા તાલુકામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું,બલૈયામા કોરોનાના કારણે એક વ્યક્તિનુ મોત, અચાનક મોત થતા પરિવારમાં માતમ,એક સાથે ચાર કેસ આવતાં ફતેપુરા સ્વયંભૂ બંધ રહ્યું

ફતેપુરા તા.16

દાહોદ જિલ્લામાં કોરોના હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.કારણ કે દર્દીઓની સંખ્યાની સાથે સાથે હવે મૃત્યુ પણ વધી રહ્યા છે.ત્યારે ફતેપુરા તાલુકામાં એક સાથે ચાર કેસ આવતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.ફતેપુરા પાછલ પ્લોટ વિસ્તારમાં રહેતા ત્રણ વ્યક્તિને એક સાથે કોરોના પોઝિટિવ આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી હતી.જ્યારે એક કેસ બલૈયા મુકામે આવતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગઇ હતી બલૈયા મુકામે આવેલા પોઝિટિવ વ્યક્તિનું મૃત્યુ પણ થઇ ગયું હતું જ્યારે તેની અંતિમવિધિ બાદ રિપોર્ટ આવતા લોકોમાં ખબર પડતાં અંતિમવિધિમાં જોડાયેલા લોકોમાં પણ ગભરાટ ફેલાઇ ગઇ હતી
ફતેપુરાના પાછલા પ્લોટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવેલા ત્રણેય વ્યક્તિઓને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયેલા અને કોરોના પોઝિટિવ કેસમાં બે પુરુષો અને એક મહિલા અને એક બાળકી કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામેલ છે.તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાડા અને આરોગ્ય ટીમ દ્વારા પ્લોટમાં રહેતા ત્રણે કોરોના પોઝિટિવ દર્દીઓની દાહોદ મુકામે આવેલા ઝાયડસ હોસ્પિટલમાં મોકલી દીધા હતા.જ્યારે બાકીના લોકોને હોમ કોરોનટાઇન  કરી દેવામાં આવ્યા હતા.પાછલા પ્લોટ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે.તેમના સંપર્કમાં આવેલા લોકોને પણકોરોનટાઈ રહેવાની સૂચના અપાઇ છે.અને આ એરિયામાં સેનેટાઈઝ કરવાની લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના સૂચના પણ આપી દીધી હતી અને જરૂર જણાય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ પણ આપવામાં આવી હતી.જ્યારે બલૈયા મુકામે પ્રજાપતિ હસમુખભાઈ વેલજી ભાઈ પ્રજાપતિ નું અવસાન થતા તેની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી અંતિમ વિધિ પત્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની હોમ કોરનટાઈન કરી દેવામાં આવ્યા છે.જ્યારે તે વિસ્તારને કોન્ટેનમને વિસ્તાર જાહેર કરી આજુબાજુ બંને સાઇડે પતરા મારી દેવામાં આવ્યા છે જ્યારે કોરોના ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને સ્વચ્છાએ કોરનટાઈન થઈ જવાની સૂચના અપાય છે જરૂર જણાય તેવા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે તદુપરાંત તેમને કોઈ તકલીફ હોય તો તાત્કાલિક મેડિકલ ટીમ ને જાણ કરવાની પણ સૂચના અપાઇ છે

 કોરોના સંક્રમિત આવી મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરના સભ્યોને કોરોનટાઇન કરી આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર  કર્યો છે :-ડો હાંડા તાલુકા હેલ્થ ઓફિસર, ફતેપુરા 

ફતેપુરાના બલૈયા ગામે મૃત્યુ પામેલા હસમુખભાઈ ના પત્ની તેમજ બંને બાળકોને દાહોદ ઝાઈડસ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યાં તેમની તપાસ કરી જરૂર જણાય તો જરૂરી સારવાર આપવામાં આવશે બાકી ઘરના સભ્યોને હોમ કોરોનટાઈન કરી અને તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે

error: Content is protected !!