Thursday, 11/08/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો:આજ રોજ વધુ 16 કોરોના સંક્રમિત દર્દીઓના વધારા સાથે કુલ આંકડો બેવડી સદી નજીક પહોંચતા હાહાકાર મચ્યો:કુલ 15 દર્દીઓના મૃત્યુ થતાં એક્ટિવ કેસોનો આંકડો 118 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો:આજ રોજ વધુ 16 કોરોના સંક્રમિત દર્દીઓના વધારા સાથે કુલ આંકડો બેવડી સદી નજીક પહોંચતા હાહાકાર મચ્યો:કુલ 15 દર્દીઓના મૃત્યુ થતાં એક્ટિવ કેસોનો આંકડો 118 પર પહોંચ્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં વૃદ્ધિ થતા પરિસ્થિતિ વિકટ બની, કોરોના પોઝિટિવ કેસોએ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પગપેસારો કરતા ચિંતાનો વિષય, આગળ જતાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ, દાહોદ શહેરના લગભગ તમામ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોની લપેટમાં, કોરોના સંક્રમણ કેસો વધવાની સાથે સરકારના અનલોક-2 સામે વેપારી સંગઠનોએ સમયમાં કાપ મૂકી સ્વૈચ્છિક લોકડાઉન લાદયું,

દાહોદ તા.12

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એક વાર કોરોના રૂપી બોંબ ફૂટતા શહેર સહીત જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લામાં સાગમટે 16 કોરોના પોઝીટીવના કેસોના ધડાકા સાથે જિલ્લામાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા રોકેટગતિએ વધવા પામતા ચિંતાનું કારણ બની જવા પામી છે.ત્યારે છેલ્લા કેટલાય દિવસોમાં દિન પ્રતિદિન વધી રહેલા કેસો ને જોતા આવનારા સમયમાં દાહોદ જિલ્લાની પરિસ્થિતિ વધુ વિકટ બનશે તેમાં કોઈ શંશય નથી.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 173 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસ માટે મોકલ્યા હતા.જે પૈકી 157 લોકોના રિપોર્ટ નેગેટિવ આવા પામ્યા હતા.જ્યારે સાગમટે ૧૬ કરોના પોઝિટિવના કેસો સાથે શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.જિલ્લામાં કુલ 198 કેસોમાંથી કોરોનાના સૌથી વધુ 150 જેટલાં પોઝીટીવ દર્દીઓ દાહોદ શહેરમાંથી નોંધાતા શહેરીજનોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુનો પ્રમાણ પણ વધવા પામતાં તે પણ ચિંતાનો વિષય બની જવા પામેલ છે.જ્યારે કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 118 પર પહોંચવા પામ્યો છે.જ્યારે 15 દર્દીઓ કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજયાની સત્તાવાર માહિતી મળવા પામેલ છે.

દાહોદ જિલ્લામાં અનલોક 2 ના પ્રથમ દિવસથી જ કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે.જે આજદિન સુધી અકબંધ રહેવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં અવિરત વધારો જોવા મળી રહ્યો છે.જેને પગલે અનલોક 2 માં દાહોદ જિલ્લાના વિવિધ વેપારી સંગઠનો વેપારી મંડળો સહીતના ધંધા રોજગાર કરતા વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે દુકાનના સમયમાં સ્વૈચ્છિક લોકડાઉન પણ કરી દીધો છે.ત્યારે છેલ્લા બે અઠવાડિયા કરતા વધુ સમયથી સતત કોરોના દર્દીઓમાં વધારો થતાં આરોગ્યમાં દોડધામના દ્રશ્યો સર્જાયા પામ્યા છે.
આરોગ્ય વિભાગે ગઈકાલે 173 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 157 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જયારે
(1)65 વર્ષીય ચિતરંજન સોહનલાલ શાહ, રહે.ચિત્રકૂટ સોસાયટી,(2)24 વર્ષીય રોશન પ્રવીણચંદ્ર પ્રજાપતિ રહે.પડાવ,(3)41 વર્ષીય મન્સુરભાઈ બુરહાનભાઈ નગદી, રહે.ગોધરારોડ,(4)65 વર્ષીય મંગળાબેન ભરતકુમાર મોઢીયા, રહે.દોલતગંજ બજાર,(5)34 વર્ષીય મયુરભાઈ રાજેન્દ્રભાઈ પરમાર માંડવરોડ, (6)20 વર્ષીય જયશ્રીબેન બળવંતસિંગ પરમાર રહે.દુધિયા, લીમખેડા,(7)50 વર્ષીય દિલીપકુમાર રમણભાઈ વરીયા, ઉમરીયા ધાનપુર, (8) 59 વર્ષીય શાહ મુકેશકુમાર બદામીલાલ રહે. મેન બજાર ફતેપુરા,(9) 20 વર્ષીય શાહ રીચાબેન રાજેશભાઈ મેન બજાર ફતેપુરા,(10)57 વર્ષીય શાહ રાજેશકુમાર બદામીલાલ મેન બજાર,ફતેપુરા, (11)50 વર્ષીય હુસૈનીભાઈ કુરબાન હુસેન પહાડવાલા એમ.જી.રોડ,દાહોદ, (12)44 વર્ષીય નિકુલ દિનદયાલ મેકવાન રહે.લક્ષ્મી નગર, (13)44 વર્ષીય વિજયભાઈ છોટાલાલ ચૌહાણ,ઝાલોદ,(14)33 વર્ષીય જીતુભાઈ દીપકભાઈ માખીજાની,(15)60 વર્ષીય ખેમચંદ નારાયણદાસ માખીજાની(16)27 વર્ષીય સાગર દાસ ભગવાનદાસ માખીજાની રહે.દર્પણ રોડ સહીત એકસાથે 16
પોઝીટીવના દર્દીઓના કોરોના રૂપી ધડાકા સાથે શહેર સહીત જિલ્લામાં ખળભળાટની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જોકે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીને ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે દાહોદ શહેરમાં વધુને વધુ દિન-પ્રતિદિન કોરોના સંક્રમિત કેસ સામે આવતા એક પ્રકારનું ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ 198 કેસો નોંધાવવા પામ્યા છે.જોકે 65 લોકો કોરોના મુક્ત થઈ હોસ્પિટલમાંથી ઘરે જતા રહેતા હાલ 118 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે 15 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના પણ અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.

error: Content is protected !!