Wednesday, 05/02/2025
Dark Mode

દે.બારીયા તાલુકામાં મોટાપાયે ચાલતું રેત ખનન નો કારોબાર:સરકારી તિજોરીને ચોપડાતો કરોડો રૂપિયાનું ચૂનો

દે.બારીયા તાલુકામાં મોટાપાયે ચાલતું રેત ખનન નો કારોબાર:સરકારી તિજોરીને ચોપડાતો કરોડો રૂપિયાનું ચૂનો

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારીયા તાલુકામાં ગેરકાયદેસર મોટાપાયે ચાલતું રેતી ખનન, તંત્ર, લોકડાઉનમાં વ્યસ્ત કે પછી આંખ આડા કાન જેવા અનેક સવાલ,દેવગઢબારીયા તાલુકામાં ચાલતી અને ગેરકાયદેસર રેતી લીઝો,તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી નથી,સરકારી તિજોરીમાં રોજની લાખો રૂપિયાની ખોટ.

દેવગઢ બારિયા :- 30

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાંથી રોજની લાખ્ખો રૂપિયાની થતી ગેરકાયદેસર રેતી ખનન તંત્ર લોકડાઉનમાં વ્યસ્ત કે પછી આંખ,આડા,કાન સોશ્યલ મીડિયામાં પણ ગેરકાયદેસર રેતી ખનનના ફરતા વિડીયો.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં પાનમ નદી પસાર થાય છે.જે નદીને અન્ય એક ઉજવળ નદી પણ આ નદીને મળે છે. ત્યારે તાલુકામાં આ નદીઓમાંથી બૈણાં,જૂનાબારીઆ,કાળીડુંગરી,ભડભારા રાણીપુરા,ચેનપુર જેવા ગામોમાં રેતીની અલગ અલગ લીઝો પણ આવેલી છે. ત્યારે હાલમાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ રેતીનો જથ્થો ના હોવાના કારણે લીઝ તેમજ અન્ય લોકો દ્વારા નદીના પટમાંથી નદીની સાઇડ ઉપર ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે. જેના કારણે નદીના પટુના કિનારા ઉપર રેતી માટે ખોદકામ કરવાથી કેટલાય ખેડૂતોના ખેતરમાં મોટાપાયે ચોમાસામાં ધોવાણ થતું હોવાનું કહેવાય રહ્યા છે. ત્યારે આ ગેરકાયદેસર રેતી ખનન કરતા રેત માફિયાઓના કારણે ખેડૂતોની જમીનનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે ટીડકી અને ઉચવાણ,ભડભા,વિરોલ,દુધિયા જેવા ગામોમાં મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. ત્યારે આ માફીયાઓ દ્વારા ગ્રામજનોને પણ ધાકધમકી આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ગેરકાયદેસર રેતી ખનન કરી રોજની લાખ્ખો રૂપિયાની રોયલ્ટીની ચોરી થઇ રહી છે.જેના કારણે  સરકારી તિજોરીમાં કરોડો રૂપિયાની ખોટ વર્તાઈ રહી છે. ત્યારે રેત માફીયાઓ ઉપર કયા ગોડફાધરના ચાર હાથ છે ?જેના કારણે તાલુકામાં મોટા પ્રમાણમાં રેત ખનનનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે.ત્યારે શું હાલમાં તંત્ર લોકડાઉનમાં વ્યસ્ત છે કે પછી આંખ,આડા,કાન કરી રહયા છે. તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે શું તંત્ર દ્વારા ટીડકી અને ઉચવાણમાં તપાસ હાથ ધરશે ખરું ? તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!