Friday, 29/03/2024
Dark Mode

ગરબાડાના ભુતરડીમાં 2006માં 400 આંબા વાવ્યા અને આજે કેરીઓ વહેંચી દર વર્ષે બે થી અઢી લાખ રૂપિયાની આવક કરતા વીરસીંગભાઈ નલવાયા

ગરબાડાના ભુતરડીમાં 2006માં 400 આંબા વાવ્યા અને આજે કેરીઓ વહેંચી દર વર્ષે બે થી અઢી લાખ રૂપિયાની આવક કરતા વીરસીંગભાઈ નલવાયા

 વિપુલ જોષી @ ગરબાડા  

ગરબાડાના ભુતરડીમાં 2006માં 400 આંબા વાવ્યા હતા, કેરીઓ વહેંચી દર વર્ષે બે થી અઢી લાખ રૂપિયાની આવક કરતા વીરસીંગભાઈ નલવાયા,ચાલુ વર્ષે માવઠાના કારણે કેરીઓ નો પાક નિષ્ફળ ગયો

ગરબાડા તા.17

ગરબાડા તાલુકાના ભુતરડી ગામના નિશાળ ફળિયામાં રહેતા વીરસિંગ ભાઈ ગોવિંદભાઈ નલ વાયા એ વર્ષ 2006માં પોતાની અઢી એકર જમીનમાં કુલ  400 જેટલા આંબા વાવ્યા હતા જેમાં કેસર લંગડા દશેરી અને રાજાપુરી કેરીનો સમાવેશ થાય છે. તે સિવાય દસ જેટલા લીંબુ પાંચ ચીકુ 600 જેટલા સાગડા નારીયલ અને જામફળ સહિતના ફળ આપતા વૃક્ષો પોતાની વાડીમાં લગાવ્યા હતા અને આ વાડી થકી તેઓ દર વર્ષે બેથી અઢી લાખ રૂપિયાની ઇન્કમ મેળવતા હતા કેરીઓ ક્યાં વેચે છે તેવું પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગરબાડા સહિત આસપાસના વિસ્તારમાંથી લોકો અહીં આવીને જ કેરીઓ લઈ જાય છે માટે અમારે કોઇ જગ્યાએ કેરીઓ વેચવા જવું પડતું નથી પરંતુ ચાલુ વર્ષે માવઠુ પડવાના કારણે હાલમાં કેરીઓ નો પાક નિષ્ફળ ગયો હોવાનું તેઓએ જણાવ્યું હતું અઢી એકર ના કેરીઓના બગીચાની વચ્ચે જ વીરસીંગભાઇ એ પોતાનું રહેણાંક મકાન બનાવેલ છે ચારે બાજુ હરિયાળી અને મોર સસલા ખિસકોલી સહિતના વિવિધ પક્ષીઓ નો કિલકાર વચ્ચે કેરીઓ નો બગીચો અત્યંત મનમોહક લાગતો હતો આમ વીરસીંગભાઇ કેરી ના બગીચા થકી વર્ષે સારી એવી આવક મેળવી લે છે

error: Content is protected !!