Thursday, 16/01/2025
Dark Mode

રાષ્ટ્રસેવા જ સર્વોપરી જનકલ્યાણ જ સંકલ્પ:ભાજપ યુવા પ્રદેશ મંત્રી જયદિપસિંહ રાઠોડ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને દાહોદ થી આસામ, નાગાલેંડ રાજ્ય પરત રવાના કરાયાં

રાષ્ટ્રસેવા જ સર્વોપરી જનકલ્યાણ જ સંકલ્પ:ભાજપ યુવા પ્રદેશ મંત્રી જયદિપસિંહ રાઠોડ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને દાહોદ થી આસામ, નાગાલેંડ રાજ્ય પરત રવાના કરાયાં

વિપુલ જોષી @ ગરબાડા 

રાષ્ટ્રસેવા જ સર્વોપરી જનકલ્યાણ જ સંકલ્પ,ભાજપ યુવા પ્રદેશ મંત્રી જયદિપસિંહ રાઠોડ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને દાહોદ થી આસામ, નાગાલેંડ રાજ્ય પરત રવાના કરવામાં આવ્યા

ગરબાડા તા.17

સમગ્ર વિશ્વ સમુદાય કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે મહામારીના કારણે જારી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન વચ્ચે દાહોદમાં આસામ, નાગાલેંડ થી 3 જેટલા વિદ્યાર્થીઓ જેઓ એન્જિનિયરિંગ માં અભ્યાસ માટે આવ્યા હતા અને લોકડાઉનમાં ફસાઈ ગયા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો ફોન જયદીપ રાઠોડ પર આવ્યો હતો અને તેઓ દ્વારા, દાહોદ ગોધરા રોડ વિસ્તાર (છંનદન સાલ ) પુર્વ યુવા મોરચા ના પ્રમુખ,હાલ નગરપાલિકા દાહોદ ના કારોબારી અધ્યક્ષ વિનોદભાઈ રાજગોરનો સંપર્ક કરતા તેમને મને તાત્કાલીક બીજા કાઉન્સિલર્ સાલીનભાઈ પરમાર (બંન્ટીભાઈ) નો કોન્ટેક્ટ કરાવીને તેમને જમવા સહિતની તમામ સગવડ કરી આપી હતી.ત્યારબાદ તેમની આસામ,નાગાલેંડ (રાજ્ય) જવાના ભાગરૂપે કલેકટર કચેરી દ્વારા નોડલ ઓફિસર ગામિત સર સાથે મલી ને દાહોદ થી અમદાવાદ કાર સાથે પરવાનગી લઈ આપી હતી. તે લોકો પોતાના માદરે વતન આસામ,નાગાલેંડ (રાજય) પરત રવાના કરવામાં આવ્યા અગાઉ પણ જયદીપભાઇ રાઠોડ દ્વારા ગરબાડા તાલુકો કૃષિ રસાયણ મુક્ત બનવા આવેલ એક અધિકારીને પોતાના વતનમાં જવાની સુવિધા મામલતદાર ના સહયોગથી કરી આપી હતી

error: Content is protected !!