Saturday, 22/01/2022
Dark Mode

કોરોના કાળમાં “અંધશ્રદ્ધા”નો વાયરો:બાળકીને “માતાજી” આવ્યા અને “કોરોના મહામારી”ને ભગાડવાનો જાણે ઈલાજ મળી ગયો

કોરોના કાળમાં “અંધશ્રદ્ધા”નો વાયરો:બાળકીને “માતાજી” આવ્યા અને “કોરોના મહામારી”ને ભગાડવાનો જાણે ઈલાજ મળી ગયો

વિપુલ જોષી @ દાહોદ 

 કોરોના કાળમાં અંધશ્રદ્ધાનો વાયરો બાળકીને માતાજી આવ્યા અને કોરોના ને ભગાડવાનો જાણે ઈલાજ મળી ગયો, આઠ દિવસના ઉપવાસ સાથે આઠ ગામ ની માતાજીની પૂજા વિધિ કરવામાં આવે તો કોરોના થી છુટકારો મળે તેવી અફવાએ દાહોદ જિલ્લામાં ગામ ગાંડુ કર્યું,ગરબાડા તાલુકામાં ઠેર-ઠેર મહિલાઓ છેલ્લા પંદર દિવસથી વ્રત પૂજામાં વ્યસ્ત વ્રતના અંતિમ દિવસે પીપળો અને વડની પૂજા કરી શ્રીફળ ચડાવી બેન બાળકો ને જમાડી ઉજવણી કરે છે 

ગરબાડા તા.17

હાલમાં કોરોનાવાયરસને લઈને સમગ્ર દેશ અને દુનિયા તેની સામે ઝઝૂમી રહી છે.ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આદિવાસી સમાજની બહેનો કે જે ઓ ભલે અભણ હોય પરંતુ આવી મહામારી ના સમયમાં પોતાના દેશ સમાજ અને ગામ પ્રત્યેની લાગણીઓ આ વિસ્તારની ભોળી પ્રજામાં હાલમાં જોવા મળી રહી છે. કે ગુજરાતના કોઈ ગામમાં નાની બાળકીને માતાજી આવ્યા અને કહ્યું કે કોરોનાવાયરસને દેશભરમાંથી ભગાડવા માટે આઠ દિવસના ઉપવાસ કરી વિવિધ આઠ ગામોમાં જઈ અલગ-અલગ માતાજીની પૂજા વિધિ કરવાથી આ વાઇરસ દેશમાંથી જતો રહેશે. જે વાત વાયુવેગે પ્રસરતા ગરબાડા તાલુકામાં પાછલા પંદર દિવસથી તાલુકામાં વસવાટ કરતી વિવિધ ગામોની આદિવાસી બહેનો દ્વારા હાલમાં આ વ્રતની ઠેરઠેર જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે
જે વ્રતમાં ગામની માતા બહેનો આઠ દિવસના ઉપવાસ કરે છે.એક જ ટાઈમ જમે છે.તેમજ દરરોજ એક માતાજીના મંદિરે જાય છે.આમ વિવિધ ગામના આઠ માતાજીના મંદિરે આઠ દિવસ જાય છે.અને અલગ-અલગ માતાજીની જેમકે ખોડીયાર મા ચામુંડામાં અંબેમા સહિતના મંદિરોમાં જાય છે.અને ત્યાં આવેલ માતાજી તથા પીપળો વડ તથા તુલસીની પૂજા કરવામાં આવે છે.જળ ચઢાવવામાં આવે છે. નારિયેળ વધારવામાં આવે છે.અને કોરોનાવાયરસ દેશ અને દુનિયામાંથી જતો રહે તેવી પ્રાર્થના  કરવામાં આવી રહી છે. અને વ્રતના અંતિમ દિવસે બેન ભાણો જોની જમાડવામાં પણ આવી રહ્યા છે

ગુજરાત કોઈ ગામમાં નાની બાળકીને માતાજીનો પવન આવ્યો અને કોરોનાવાયરસને ભગાડવા માટે આઠ દિવસના ઉપવાસ કરવાની પ્રથા શરૂ થઇ :-શકુડી અજમલભાઈ સીમાલીયા બુજર્ગ

થોડા સમય પહેલા ગુજરાત કોઈ ગામમાં નાની બાળકીને માતાજીનો પવન આવ્યો અને કોરોનાવાયરસને ભગાડવા માટે આઠ દિવસના ઉપવાસ કરી અલગ અલગ ગામમાં જઈ માતાજીની પૂજા કરવાની વાતો જાણવા મળતા અમરા સીમલીયા બુઝર્ગ ગામની અને તાલુકા ના અન્ય  ગામોની બહેનો પણ પાછલા આઠ દિવસથી આ વ્રત કરી રહી છે.

અગાઉ એકાદ વર્ષ પહેલા પુત્રનું આયુષ્ય વધે તે માટે ઉપવાસ કરીને ગરબાડા તાલુકામાં આજ પ્રમાણેની ચર્ચાઓ વાયુવેગે ફેલાઈ હતી :- મથુરભાઈ છગનભાઈ પરમાર પૂજા સામગ્રીના વેપારી ગરબાડા 

અગાઉ એકાદ વર્ષ પહેલાં પણ ગરબાડા તાલુકામાં આજ પ્રમાણેની ચર્ચાઓ વાયુવેગે ફેલી હતી કે પોતાના પુત્રનું આયુષ્ય વધે તે માટે ઉપવાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો પોતાના બાળકો નું આયુષ્ય વધે તે સમયે પણ મોટી સંખ્યામાં તાલુકાની બહેનોએ  વ્રતની ઉજવણી કરી હતી જ્યારે હાલમાં કોરોનાવાયરસને લઈને વ્રત કરવાની વાત વાયુવેગે પ્રસરતા હાલમાં પણ તાલુકામાં ઠેર-ઠેર આ વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના કારણે ફૂલહાર અને પૂજા સામગ્રી ના વેપાર માં પણ વધારો થયો છે.

error: Content is protected !!