Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ભોજેલામાં ડ્રીલીંગ મશીન સાથે ટ્રેક્ટર કુવામાં ખાબકતા ચાલકને ગંભીર ઇજાઓ થતાં મોતને ભેટ્યો..

ફતેપુરા તાલુકાના ભોજેલામાં ડ્રીલીંગ મશીન સાથે ટ્રેક્ટર કુવામાં ખાબકતા ચાલકને ગંભીર ઇજાઓ  થતાં મોતને ભેટ્યો..
 બાબુ સોલંકી :- સુખસર 
  • ફતેપુરા તાલુકાના ભોજેલામાં ડ્રીલીંગ મશીન સાથે ટ્રેક્ટર કુવામાં ખાબકતા ચાલકને ગંભીર ઇજાઓ.

  •  આજરોજ સવારના સાડા છ વાગ્યાના અરસામાં ભોજેલા મછાર ફળિયામાં ચાલતા નવીન કુવાની કામગીરીમાં પથ્થર તોડવા ટ્રેક્ટર ડ્રીલીંગ મશીન લઈને આવ્યું હતું.

  •   ૧૫થી ૨૦ ફૂટ ઊંડાઈના કુવાના કિનારની માટી ઘસી પડતાં ટ્રેક્ટર સાથે તેનો ચાલક કુવામાં ખાબકયો હતો.

   ( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૧

    ફતેપુરા તાલુકામાં વાહન ચાલકોની બેદરકારીના કારણે વાહન અકસ્માતોમાં મોતના બનાવો વધતા જઈ રહ્યા છે.જ્યારે આજરોજ સવારના સાડા છ વાગ્યાના અરસામાં ભોજેલા ગામે નવીન કુવાની ચાલતી કામગીરીમાં બ્લાસ્ટ કરવા ગયેલ પરપ્રાંતીય ડ્રીલીંગ મશીન સાથેનું ટ્રેક્ટર કુવામાં ખાબકતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. ગંભીર ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક લુણાવાડા સારવાર માટે લઇ જવામાં આવેલ હતો.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના મછાર ફળિયા ખાતે રહેતા અંબાલાલભાઈ માલાભાઈ કટારાના ઓ હાલ નવીન કુવાની કામગીરી કરી રહ્યા છે. જેઓએ કૂવામાં બ્લાસ્ટ કરી પથ્થરો તોડવાની જરૂરત ઊભી થતા ડ્રીલીંગ મશીનની જરૂરત હોય સુખસર ખાતે રહી કુવાઓમાં બ્લાસ્ટ કરી પથ્થરો તોડવાની કામગીરી કરતા પર પ્રાંતથી આવેલા ડ્રીલીંગ મશીન સાથેના ટ્રેક્ટર વાળાનો સંપર્ક સાધ્યો હતો. જેથી આજરોજ રાજસ્થાનથી આવેલા ડ્રીલીંગ મશીન સાથેના ટ્રેક્ટર નો ચાલક સવારના સાડા સાત વાગ્યાના અરસામાં ભોજેલા ગામે ડ્રીલીંગ મશીન સાથેનું ટ્રેક્ટર લઈને પહોંચી ગયો હતો.અને આ ડ્રીલીંગ મશીન સાથેના ટ્રેક્ટરને નવીન કુવાની કિનારી ઉપર મુક્તાજ કુવાના કિનારની માટી ઘસી પડતાં ટ્રેક્ટર ડ્રીલીંગ મશીન સાથે તેનો ચાલક કૂવામાં ખાબક્યા હતા.જેમાં ચાલક ટ્રેક્ટર નીચે દબાઇ જતા છાતીમાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે.ચાલકને તાત્કાલિક કુવાની બહાર કાઢી લુણાવાડા દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. જ્યા બિન સત્તાવાર રીતે જાણવા મળેલી વિગતો મુજબ ચાલકનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. અને મૃતક ટ્રેક્ટર ચાલકને તેના વતન રાજસ્થાન ખાતે લઈ જવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.

    નોંધનીય બાબત છે કે,હાલ ફતેપુરા તાલુકામાં રાજસ્થાનથી આવેલા ડ્રીલીંગ મશીનો સાથેના ટ્રેક્ટરો નિયમોને નેવે મૂકી ફતેપુરા સહિત સુખસર વિસ્તારમાં મોટી સંખ્યામાં બિનરોકટોક દોડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યુ છે.

error: Content is protected !!