Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા પોલીસ હદ વિસ્તારમાં ડીજે સંચાલકો પાસે પોલીસને હપ્તો આપવાની બાબતે પોલીસ સ્ટેશનના કહેવાતા પોલીસ સ્ટેશનના આગેવાન સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી બાબતે ગુનો દાખલ કરાયો

ફતેપુરા પોલીસ હદ વિસ્તારમાં ડીજે સંચાલકો પાસે પોલીસને હપ્તો આપવાની બાબતે પોલીસ સ્ટેશનના કહેવાતા પોલીસ સ્ટેશનના આગેવાન સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી બાબતે ગુનો દાખલ કરાયો

બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા પોલીસ હદ વિસ્તારમાં ડીજે સંચાલકો પાસે પોલીસને હપ્તો આપવાની બાબતે વાયરલ થયેલ ઓડિયો ક્લિપના આધારે એફ.આઇ.આર દાખલ.
  • કહેવાતા પોલીસના દલાલને ડીજે સંચાલકો સામે પોલીસને આંખ આડા કાન કરવા માસિક ૧૫ હજાર રૂપિયા હપ્તો આપવાની વાત થઇ હતી.
  • ફતેપુરા પોલીસ સ્ટેશનના કહેવાતા પોલીસ સ્ટેશનના આગેવાન સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી બાબતે ગુનો દાખલ કરાયો.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૧

ફતેપુરા પોલીસ સ્ટેશનના મનાતા પોલીસ આગેવાન દ્વારા ટેલિફોનિક વાતચીત દરમિયાન પોલીસ વિભાગ તેમજ દાહોદ વહીવટીતંત્ર સાથે વિશ્વાસઘાત કરી હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી સંબંધે કલેકટર દ્વારા જાહેરનામાની અવગણના કરી ડીજે ધારકો સાથે છેતરપિંડી કરવાના આશયથી મૌખિક બાહેધરી આપી ગુન્હો કરવા બાબતે પોલીસના કહેવાતા આગેવાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઓડિયો ક્લિપ વાયરલ થયેલ હોય જે પૈકી પ્રથમ ઓડિયોમાં રામભાઈ ડીજે ધારક કાંતિભાઈ સાથેની વાતમાં રામભાઈ સાથે આ ડીજે વગાડવા બાબતની વાત કોની સાથે થયેલ છે જે પૂછતા કાંતિભાઈએ જણાવેલ કે આ વાત કપિલ સાથે થયેલ હોવાનું જણાવેલ.અને બીજા છ થી સાત જણા સાથે ૧૫ હજાર જેટલો હપ્તો નક્કીકરવામાં આવેલ હોવા બાબતે વાયરલ ઓડિયોમાં વાતચીત થયેલ હોય તેમજ રામભાઈ ને જણાવેલ કે અમારે અને તમારે આમાં કોઈ લેવાદેવા નથી.જે ડીજે સંચાલકોએ ઓર્ડર લીધેલા છે તે તમામને વગાડવા દો.તેવી વાત તેમજ બધાને સાથે રાખીને ચાલવાની સાથે વાતો કરતો ઓડિયો ક્લિપ વાયરલ થયેલ હતી.તેમજ બીજી ઓડિયો ક્લિપમાં ફતેપુરા ટાઉન વિસ્તારમાં રહેતા કપિલભાઈ ભરતભાઈ નહારને વાત કરેલ કે પહેલા કાંતિભાઇ ઉપર ડીજે ની વાત કરી માસિક પંદર-પંદર હજાર રૂપિયા આપે તોજ ડીજે સંચાલકોને ડીજે વગાડવાનું તેવું જણાવેલ છે.જેમાં કપિલભાઈ ભરતભાઈ નહાર નાઓ જણાવે છે કે,રામભાઈ તેમજ કાંતિભાઈને કોઈપણ પ્રકારના પૈસા આપવાના થતા નહીં હોવાની વાત કરતો ઓડિયો હોવાનું જણાઈ આવે છે.જે ઓડિયો ક્લિપ મુજબ આરોપી કપિલભાઈ ભરતભાઈ નહાર નાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને ખોટી રીતે બદનામ કરવાની વાતો કરતાં જણાય છે.અને હાલમાં ચાલતી કોરોના મહામારીના સમયમાં કલેકટર દાહોદ નાઓએ લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરી જાહેરનામું બહાર પાડેલ હોય આ કામના આરોપી કપિલભાઈ ભરતભાઈ નહાર ના એ કલેકટરના જાહેરનામાની અવગણના કરી લોકોને વિશ્વાસ આપેલ કે પોલીસ આ ડીજેના પ્રતિબંધ અંગે આંખ આડા કાન કરશે. તેવો વિશ્વાસ આપી ડીજે ધારકો સાથે ડીજે વગાડવા અંગેની મૌખિક બાહેધરી આપી જાહેરનામા અમલીકરણ કરતી પોલીસ વિભાગ તેમજ દાહોદ વહીવટીતંત્ર સાથે વિશ્વાસઘાત કરી લોકોને ખોટી ખાતરી આપી છેતરપિંડી કરી હોવાની ટેલિફોનિક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ હોય જેથી આરોપી કપિલભાઈ ભરતભાઈ નહાર રહે.ફતેપુરા,બલૈયા રોડ,તાલુકો
ફતેપુરા જિલ્લો દાહોદના ટેલિફોનિક વાતચીત દરમિયાન પોલીસ વિભાગ તેમજ દાહોદ વહીવટીતંત્ર સાથે વિશ્વાસઘાત કરી હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી સંબંધે કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની અવગણના કરી ડીજે સંચાલક લોકો સાથે છેતરપિંડી કરી હોય કપિલ નહારની વિરુદ્ધમાં આઈપીસીની કલમ- ૪૦૬,૪૨૦ તથા એપેડેમીક એક્ટની કલમ-૩ મુજબ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!