સુમિત વણઝારા, દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ માસથી વોન્ટેડ આરોપીને LCB એ દબોચ્યો
ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને દાહોદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી જેલ ભેગો કર્યો છે
ઝાલોદ તાલુકાના પરથમપુર ધોળી દાતી ફળિયાના રહેવાસી બાબુભાઈ હકલાભાઇ હઠીલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયા હતા હાલ હોળીના તહેવારને અનુલક્ષીને દાહોદ એલસીબી પોલીસ દ્વારા ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નીકળી હતી તે દરમિયાન પોલીસને ઉપરોક્ત વોન્ટેડ આરોપીને પેટ્રોલિંગ દરમિયાન ઝડપી ઝાલોદ પોલીસ મથકે સુપરત કર્યો હતો