લીમડીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું:સોના ચાંદીના દાગીના મળી અડધા લાખની માલમત્તા પર હાથફેરો..
સોના ચાંદીની માલમત્તા સાથે લાયસન્સ વાળી 12 બોરની બંદૂક તેમજ પાંચ જીવતા કારતુસ પણ ચોરાયા..
|| Deep Homeo & Skin Care Clinic ||
✓ Dr. Hiral shah ( B.H.M.S,FMC ) : Certified psychology counsellor
diet and nutrition center
(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?
(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?
(3) શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?
✓ તો આજે જ અમારા ક્લિનિક ની મુલાકાત લો , જ્યાં આપને ચામડી ના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓ નો સચોટ અને સરળ ઉપચાર મળશે : એટલું જ નહિ
✓ શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ સહિત ની બીમારીઓ નું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી
• તો રાહ શેની જુઓ છો ?…આજે જ સંપર્ક કરો !
Dr. Hiral shah (B.H.M.S. F.M.C.) : 9879248254
નવકાર વોચ કંપની ની ઉપર , રામા હોટલ પાસે , ઝાલોદ રોડ , દાહોદ
@deephomeo_and_skincare_clinic | @shah.hiral.98
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના ગેલોત ફળિયામાં ગત મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ઘરના દરવાજાનો નકુચો કાપીને તાળુ તોડી ઘરમાં પ્રવેશી તિજાેરીનું તાળુ તોડી તિજાેરીમાંથી સોનાના દાગીના તથા બાર બોરની બંદુક તેમજ પાચ જેટલા જીવતા કારતુસ મળી રૂા. ૫૬,૫૦૦ની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
હાલ ગાંધીનગર જિલ્લાની રાંધેની ચોકડી, પાસે માણસે રોડ પર આવેલ સ્પર્શ કાઉન્ટી બંગલોઝમાં રહેતા અને ઝાલોદ તાલુકાના લીમડી ગામના મૂળ વતની ૫૬ વર્ષીય લક્ષ્મણભાઈ ધુળાભાઈ ગેલોતના લીમડી નગરમાં ગેલોત ફળિયામા આવેલ બંધ મકાનને તસ્કરોએ ગતમોડી રાતના બે વાગ્યાના સુમારે નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના દરવાજાનો નકુચો કાપીને તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં મૂકેલ તિજાેરીનું તાળું તોડી તિજાેરીમાંથી રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતની આશરે અડધા તોલા વજનની દશેક વર્ષ જુની સોનાની ઝુમકી જાેડ-૧, રૂપિયા ૫૦૦૦ની કિંમતની આશરે ત્રણ ગ્રામ વજનની સોનાની વીંટી નંગ-૧ તથા ઘરમાં મૂકેલ રૂપિયા ૪૦,૦૦૦ની કિંમતની લાયસન્સ નંબર-૨૪૪/ડીએમ/ડોડા તા. ૧૬-૯-૨૦૦૮વાળી બાર બોરની બંદુક તથા રૂપિયા ૧૫૦૦ની કુલ કિંમતના પાંચ રાઉન્ડ કારતુસ મળી કુલ રૂપિયા ૫૬,૫૦૦ની મત્તા ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે ઘરધણી લક્ષ્મણભાઈ ધુળાભાઈ ગેલોતે નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગસ્કવોર્ડ તથા એફએસએલની મદદની માંગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
————-