દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ ગુજસી ટોક તેમજ અન્ય ત્રણ ઘરફોડ ચોરીઓમાં સામેલ વોન્ટેડ આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ ગુજસી ટોક તેમજ ત્રણ જુદા જુદા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીમાં સામેલ વોન્ટેડ આરોપીને કોમ્બિંગ દરમિયાન દાહોદ પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો છે દાહોદ જિલ્લામાં હાલમાં હોળીનો તહેવાર નજીક હોય આ તહેવાર દરમિયાન બહારગામ મજૂરી કરવા ગયેલા તેમજ જુદા જુદા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓ પોતાના ઘરે પરત આવતા હોવાની તીવ્ર આશંકાના પગલે દાહોદ પોલીસ દ્વારા લીમખેડા ડીવાયએસપી પીઆઇ એલસીબી પીએસઆઇ પેરોલ ફલોં એસઓજી તેમજ લીમખેડા દેવગઢ બારીયા ધાનપુર પોલીસ મથકના પીએસઆઇઓની જુદી જુદી ટીમો બનાવી ઉપરોક્ત વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બે વર્ષ અગાઉ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકમાં ગુસ્સી ટોક તેમજ ત્રણ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના બાવલુ તથા બોટાદ જિલ્લામાં બે ઘરફોડ ચોરીઓ મળી જુદી જુદી ત્રણ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલો ગરબાડા તાલુકાના ખજુરીયા ગામનો શિવરાજ ધારકાભાઈ પલાસ કોમ્બિંગ દરમિયાન પોલીસની ટીમોના હાથે ઝડપાઈ જતા પોલીસે શિવરાજ પલાસની અટકાયત કરી પીપલોદ પોલીસ મથકને સોંપી દીધો હતો આમ દાહોદ પોલીસની સંયુક્ત ટીમોએ કોમ્બિંગ નાઈટ દરમિયાન બે વર્ષ અગાઉ ગુજસી ટોક તેમજ અન્ય ત્રણ જેટલા ઘરફોડ ચોરીમાં સામેલ શિવરાજ પલાસને ઝડપી જેલ ભેગો કર્યો હતો