
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના લખણપુર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
વિદ્યાર્થીઓ સમક્ષ વિજ્ઞાન વિષયમાં જુદી-જુદી પ્રવૃત્તિઓ તથા વિજ્ઞાન વિષયક પ્રયોગો કરી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
ખ્યાતનામ વૈજ્ઞાનિક ડોક્ટર સી.વી.રમણની જીવન યાત્રા તેમજ જે શોધ માટે તેમને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું તે વિશે બાળકોને માહિતગાર કરાયા.
સુખસર,તા.1
ફતેપુરા તાલુકાના લખણપુર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં ઉપલબ્ધ વિજ્ઞાન લેબના તમામ શૈક્ષણિક સાધનો નું પ્રદર્શન અને વ્યવહારુ પ્રયોગોનું નિદર્શન જુદા-જુદા સ્ટોલ ઉપર કરવામાં આવ્યું હતું.જેનો શાળાના તમામ બાળકોએ લાભ લીધો હતો. વિદ્યાર્થીઓ સમક્ષ વિજ્ઞાન વિષયમાં જુદી-જુદી પ્રવૃત્તિઓ તથા વિજ્ઞાન વિષયક પ્રયોગો કરી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના મુખ્ય શિક્ષક તથા ગણિત- વિજ્ઞાનના શિક્ષકો દ્વારા જેમના માનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવા ખ્યાતનામ વૈજ્ઞાનિક ડોક્ટર સી.વી.રમણની જીવનયાત્રા તેમજ જે શોધ માટે તેમને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું તે વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન વિશેષનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકોને ડોક્ટર સી.વી.રમણના જીવન વિશેની અને તેમની શોધો આધારિત ટૂંકી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય સહિત શિક્ષક ગણ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે પરોક્ષ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને નજીકથી નિહાળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આમ લખણપુર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.