બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા-સુખસર તાલુકામાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો.!*
ગ્રામ પંચાયતોમાં લાખોની ગેરરીતિના મામલે કાર્યવાહી નહીં થતાં વહીવટી તંત્ર પર સવાલો.?
સુખસર,તા.13
ફતેપુરા સુખસર તાલુકામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ યોજનાઓમાં વહીવટી તંત્રોની રહેમ નજર હેઠળ આચરવામાં આવેલ કેટલાક કૌભાંડોનો પર્દાફાસ થયેલ છે.અને તેમાં સંડોવાયેલા જવાબદારોને સામાન્ય શિક્ષા કરી છોડી મૂકવાના કિસ્સા પણ પ્રકાશમાં આવેલા છે.અને આવી ગેરરીતી ઓમા સંડોવાયેલા કર્મચારીઓને પુનઃવહીવટી જવાબદારી સોંપી પ્રોત્સાહન આપવામાં આવતા કૌભાંડ કારીઓ બેફામ બનતા પ્રજાનું શોષણ બિન રોકટોક કરવામાં આવતુ હોય અને તે બાબતે કોઈની લગામ ન હોય તેવા અનેક કિસ્સા જોવા અને જાણવા મળેલા છે.અને પ્રજા બિચારી બની શોષણ કારીઓનો આસાનીથી શિકાર બની છે,અને બનતી રહે છે.ત્યારે સુખસર તથા ફતેપુરા તાલુકામાં જે પણ પ્રજા તથા સરકારને ચુનો લગાડતા જવાબદારોને દાખલો બેસી શકે તેવી શિક્ષા થવી પણ જરૂરી છે.જોકે આગાઉ એન.આર.જી યોજના,કિસાન નિધિ યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,તાલુકા માંથી ચેક ચોરીનો બનાવ, કેટલીક ગ્રામ પંચાયતોમાં15 માં નાણા પંચની ગ્રાન્ટમાં ગેરરીતી જેવા અનેક કિસ્સા બની ચૂકેલા છે. છતાં તેનું પરિણામ મળવું જોઈએ તે પ્રત્યે સરકાર ચૂપ કેમ છે તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.
છેલ્લા દોઢેક વર્ષની સ્થિતિએ સુખસર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોની વિરુદ્ધમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા લાખો રૂપિયાના કૌભાંડ બાબતે તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવેલ છે.અને જેની તાલુકા-જિલ્લા કક્ષાએથી તપાસ થયા ને પણ મહિલાઓનો સમય વીતવા છતાં તેમજ રજૂઆત પ્રમાણે કેટલીક જગ્યાઓ ઉપર લાખો રૂપિયાના કામો માત્ર કાગળ ઉપર બતાવી નાણાં ચાઉં કરવામાં આવ્યા હોવા બાબતની જમીની સ્તરે તપાસ કરતા બહાર આવવા પામેલ છે. કેટલીક જગ્યા ઉપર એકથી વધુ વાર પણ તપાસ થઈ ચૂકેલી છે.અને કેટલીક ગ્રામ પંચાયતોમાં એક થી અનેક વાર તાલુકા કક્ષાથી લઈ રાજ્ય કક્ષા સુધી રજૂઆતો કર્યાના મહિનાઓ વર્ષ દોઢ વર્ષનો સમય થવા છતાં કસૂરવાર લોકો સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા રજૂઆત કર્તા ગ્રામજનો વહીવટી તંત્રો ઉપર શકની નજરે જોઈ રહ્યા છે.અને તેમનું કહેવું છે કે,અનેક વાર રજૂઆતો કરતા તેની તપાસ પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ખરેખર 15 માં નાણાપંચની ગ્રાન્ટમાં ખાઈકીનો ખેલ ખેલાયો હોવાનું બહાર આવવા છતાં કયા સંબંધથી ગેરરીતી આચરનારા તત્વોને વહીવટી તંત્રો કયા સંબંધથી છાવરી રહ્યા છે?તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે!
અત્રે નોંધનીય છે કે,થોડા દિવસ અગાઉ ફતેપુરા ગ્રામ પંચાયતમાં વીસીઈ તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા જન્મનો દાખલો આપવા માટે નિયત ફી કરતા વધુ ફી વસુલાત કરાતા તેનો વિડીયો વાયરલ થયો હતો.અને જે બાબતે સ્થાનિક જવાબદારો દ્વારા ધ્યાન આપી રૂપિયા 50 ના બદલે રૂપિયા 200 લઈ રહેલા વીસીઇને ફરજ ઉપરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યો છે.અને ગરીબોને લુટતા લોકોને નોકરીથી તો હાથ ધોવડાવવા જોઈએ સાથે-સાથે જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવા જોઈએ તેમાં પ્રજા પણ સહમત છે.
જ્યારે અગાઉ કરોડીયા ગ્રામ પંચાયત દ્વારા ગડા પ્રાથમિક શાળાનો જુનો કોટ બતાવી 1.60 લાખ જેટલી રકમની સરપંચ દ્વારા ઉચાપત કરાતા સરપંચ ને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા.ત્યારે ફતેપુરા તથા સુખસર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો માં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાં લાખો રૂપિયાની સરપંચ, તલાટી તથા મળતીયાઓ દ્વારા ગેરરીતી આચરવામાં આવેલ છે. જેની તપાસ કરતા ગેરરીતી બહાર આવેલ હોય તો તેમાં સંડોવાયેલા જે તે જવાબદારની સામે કાયદેસર પગલાં ભરી નાણા ભરપાઈ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.પરંતુ ગેરરીતિ આચરનારા તત્વો સામે પગલાં ભરવા જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કેમ પાછી પાની કરે છે?! તે એક સળગતો સવાલ છે. ગેરરીતી આચરનારા તત્વો પોતાના ઘર અને પેટ ભરે છે.પરંતુ સરકાર બદનામ થતી હોય છે.જેના લીધે સરકારને મોટો ફટકો પડતો હોય તે સમજી શકાય તેવી બાબત છે.
