તસ્કરોનો આતંક.. ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બે મકાનોમાંથી તસ્કરો અડધા લાખની માલમતા ચોરીને ભાગ્યા..
દાહોદ.તા.૧૩
ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે કાટસ ફળીયામાં ત્રાટકેલા તસ્કરોએ જુદા જુદા બે મકાનોને નિશાન બનાવી બે મકાનોમાંથી મળી કુલ રૂપિયા ૪૮ હજાર ઉપરાંતની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના મીરાખેડા ગામે કારસ ફળીયામાં ગતરાતે ત્રાટકેલ તસ્કરોએ કારસ ફળીયામાં રહેતા નરેશભાઈ દીતાભાઈ ડાંગી તથા છગનભાઈ સુરસીંગભાઈ મહીડાના ઘરને નિશાન બનાવ્યા હતા અને તસ્કરોએ નરેશભાઈ દીતાભાઈ ડાંગીના ઘરમાં ઘુસીને તિજાેરીમાં મૂકેલ રૂા. ૧૧,૫૦૦ની રોકડ તથા સોના- ચાંદીના મળી કુલ રૂપિયા ૨૦,૦૦૦ની મત્તાનો હાથફેરો કર્યા બાદ તસ્કરોએ છગનભાઈ સુરસીંગભાઈ મહિડાના ઘરમાં ઘુસી ઘરમાંથી ૨૮,૭૫૦ ની કુલ કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને લઈ ગયા હતા. તસ્કરોએ આમ રૂપિયા ૪૮,૭૫૦ની કુલ મત્તાનો બંને ઘરમાંથી હાથફેરો કર્યો હતો.
આ સંબંધે મીરાખેડી ગામના કારસ ફળિયામાં રહેતા નરેશભાઈ દીતાભાઈ ડાંગીએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
——————————