Friday, 11/10/2024
Dark Mode

ખોબલા જેવા લીમડીમાં થયેલા સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલાયો:QR કોડ મારફતે રૂપિયા ખંખેરવાની નવી મોડસ ઓપરેનડીનો પર્દાફાશ..

September 14, 2023
        570
ખોબલા જેવા લીમડીમાં થયેલા સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલાયો:QR કોડ મારફતે રૂપિયા ખંખેરવાની નવી મોડસ ઓપરેનડીનો પર્દાફાશ..

ખોબલા જેવા લીમડીમાં થયેલા સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલાયો:QR કોડ મારફતે રૂપિયા ખંખેરવાની નવી મોડસ ઓપરેનડીનો પર્દાફાશ..

તબીબને બોગસ આર્મીમેનની ઓળખ આપી રૂપિયા ખંખેરનાર ત્રણ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે રાજસ્થાનના અલવર ખાતેથી દબોચ્યાં..

દાહોદ તા.13

ઝાલોદ તાલુકાના લીમડી ખાતેના વ્યવસાયે સિમેન્ટનો ધંધો કરનાર ડોક્ટર જોડે આર્મી ઓફિસરની ઓળખ આપી આર્મી એકેડેમીનું કામ ગોધરા રોડ ખાતે ચાલે છે તેમ કહી સિમેન્ટ ડીલર પાસેથી 80 હાજર પડાવનાર કુખ્યાત ટોળકીને દાહોદ સાયબર સેલની ટીમે રાજસ્થાનના અલવર ખાતેથી ઝડપી જેલ ભેગો કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના કારઠ રોડ પર રહેતા તબીબ તેમજ સિમેન્ટનો વ્યવસાય કરતા 39 વર્ષીય આશિષ મોહન નાયકને ગત તારીખ 5-9-2023 ના રોજ સવારના સુમારે 9034278213 નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતાની ઓળખ આર્મી મેન દિપકનામના વ્યક્તિની ઓળખ આશિષ ભાઈને આપી જણાવ્યું હતુંકે ગોધરા રોડ ખાતે આવેલા પાર્થ એકેડેમી ઉપર આર્મીનું કામ ચાલે છે તેના માટે 100 સિમેન્ટની થેલીઓ જોઈએ છે તેમ કહી આશિષભાઇ પાસેથી સિમેન્ટ મંગાવી 40 હજાર રૂપિયા આશિષભાઇ ઓનલાઈન આપવાનું કહી આશિષભાઈને વાતોમાં લઈ એકાઉન્ટમાંથી ક્યુઆર કોડ મારફતે ટુકડે ટુકડે તેના એકાઉન્ટમાં કુલ 80 હજાર ટ્રાન્સફર કરાવી આશિષભાઇ સાથે ઓનલાઈન છેતરપિંડી કરી હતી.અને આ સંબંધે લીમડી પોલીસ મથકે આશિષભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમડી પોલીસે મોબાઈલ નંબર 9034278213 નંબરના ધારક વિરુદ્ધ ઇપીકો કલમ 406 420 તથા આઇટી એક્ટ 66 C અને 66 D મુજબનો ગુનો નોંધ્યો હતો અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ 80 હજારનો ઓનલાઈન ભોગ બનેલા આશિષ ભાઈની ફરિયાદના આધારે સાયબર સેલના ડી.ડી પઢીયાર પોલીસ ઇન્સ્પેકટરની ટીમ દ્રારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરો મેળવી તેનું ઉંડાણ પૂર્વક એનાલિસિસ કરી ગુન્હામાં સંડોવાયેલા આરોપી રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લા ખાતે રહેતા હોવાનું જણાઈ આવતા ડી ડી પઢીયાર તેમજ તેમની ટીમ દ્રારા જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન અનુસાર રાજસ્થાન ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી 3 આરોપીઓને 2 ગુન્હામાં ઉપયોગમાં લીધેલા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડયા હતા જેમાં આરોપી (૧) વાજીદ યુનુસ મેઉ રહેવાસી તેઉવાસ ગામ કોટપૂતલી જિલ્લા અલવર રાજસ્થાન (૨) મોહંમદ આસીફ જમાલ ખાન રહેવાસી રૂગબાર બડી મસ્જિદ પાસે તાલુકા રાજગઢ જિલ્લા અલવર રાજસ્થાન (૩) મુબારક નશરૂદ્દીન મેઉ રહેવાસી લાદીયા ગામ પોલીસ સ્ટેશન ટપુકડા તાલુકા તીઝારા જિલ્લા અલવર રાજસ્થાન નાઓને દાહોદ સાયબર સેલની ટીમ દ્રારા ઝડપી પોલીસ હેડક્વાટર ખાતે લાવવામાં આવ્યા હતા અને આગળની વધુ તપાસ સાયબર સેલ દ્રારા કરવામાં આવી રહી છે.

 ક્યુ આર કોડ મારફતે સાયબર ક્રાઇમ કરવાનો નવો કીમિયો અજમાવતા ભેજાબાજો…

 આમ તો સાયબર ક્રાઇમ આચારનાર ભેજાબાજો અવનવા કીમીયા અજમાવી ઓનલાઇન ફ્રોડ કરવાની મોડસ એપરેનડી ધરાવતા હોય છે. બેંક પાસબુક એટીએમ પીન નંબર, લોભામણી લાલચો આપી, olx અથવા અન્ય કોઈ મારફતે હજારો કિલોમીટર દૂર બેસેલા ભેજાબાજો ઓનલાઇન ઠગી કરી સામેવાળાના એકાઉન્ટમાંથી રૂપિયા ખંખેરી લેતા હોય છે પરંતુ આ કેસમાં સાયબર પોલીસને નવી મોડાસ ઓપરનડીને ક્રેક કરી છે જેમાં પૈસા લેવાવાળો વ્યક્તિ ઠગાયો હોવાનું સામે આવ્યું છે જેમાં ઉપરોક્ત તબિબ જોડે છેતરપિંડી આચારનાર ભેજાબાજોએ મેળવેલ માલનો પેમેન્ટ કરવા whatsapp ઉપર ક્યુ.આર.કોડ મંગાવ્યો હતો. જે મારફતે તબીબે બિલ પેટે પૈસા લેવાની જગ્યાએ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે પોલીસે આ મામલામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાયબર ક્રાઈમ માં મહારત હાંસલ કરનાર રાજસ્થાનની મેવાત ગેંગના ત્રણ સભ્યોને અલવર ખાતેથી ઝડપી જેલ ભેગા કરવામાં સફળતા સાંપડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!