લીમડી ગામે શ્યામ પાર્ટી પ્લોટમાં મેઢ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ (સોની) ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના હોદ્દેદારોનીચૂંટણી યોજાઈ…
લીમડી તા. ૧૦
લીમડી નગરમાં ગુજરાત પ્રદેશ કારોબારી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનચી ની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રમુખ પદ માટે દિવેશભાઈ સોની ને 202 વોટ , ઉપપ્રમુખ પદ માટે સત્યનારાયણ સોની , અને મહામંત્રી પદ માટે પ્રવીણભાઈ સોની ને 208 , ખજાનચી પદ માટે શાશ્વતભાઈ સોની ને 203 મત મેળવી વિજય બન્યા હતા ત્યાર બાદ વિજેતા ઉમેદવારો ની શપતવિધિ કરવામાં આવી હતી.
જીતેલા ઉમેદવારોમાં તથા તેમના કાર્યકર્તાઓ અને સંપૂર્ણ સોની સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી.
મેઢ ક્ષત્રિય સ્વર્ણકાર સમાજ (સોની) ની પ્રમુખની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ, શ્રી અખિલ ભારતીય મેઢ ક્ષત્રિય સમાજના જગદીશજી સોની, અ.ભા.યુ.સં. અધ્યક્ષ ગોવિંદજી સોની, અ.ભા.મેઢ સમાજના કોષાધ્યક્ષ શ્યામજી સોની, મીડિયા પ્રભારી દિલીપજી સોની, મહાવીરજી સોની ગુજરાત પ્રદેશ કારોબારી પ્રમુખ હર્ષવર્ધનજી સોની, લીમડી સોની સમાજના પ્રમુખ હસમુખલાલજી સોની, તેમજ સુવર્ણકાર સેતુ ના સંપાદક પ્રકાશજી સોની અન્ય રાષ્ટ્રીય આગેવાનો સ્વર્ણકાર સોની સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા..