Friday, 17/05/2024
Dark Mode

ગરબાડા રિલાયન્સ ચોકડી સામે ગટર તૂટી પડતાં પાણીનુ ટેન્કર ગટરમાં ફસાયું.

April 30, 2024
        395
ગરબાડા રિલાયન્સ ચોકડી સામે ગટર તૂટી પડતાં પાણીનુ ટેન્કર ગટરમાં ફસાયું.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા રિલાયન્સ ચોકડી સામે ગટર તૂટી પડતાં પાણીનુ ટેન્કર ગટરમાં ફસાયું.

ગરબાડા તા.30

આજે તારીખ 30 એપ્રિલના રોજ સવારના 11 કલાક દરમિયાન ગરબાડા રિલાયન્સ ચોકડી સામે આવેલ પાણીના કુવા ઉપર પીવાના પાણીમાટે ટ્રેક્ટરચાલક પોતાનો ટેન્કર લઈને પાણી ભરવા આવ્યો હતો તે હાલમાં નવી બનેલી ગટર ઉપર ટેન્કર ચડતા ની સાથે જ ગટર તૂટી જતા પાણીનું ટેન્કર ગટરમાં ફસાયું હતું ઉલ્લેખ નયે છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગરબાડા દાહોદ નેશનલ હાઈવે નવીન બનાવવાની કામગીરી કરીને સાઈડમાં વરસાદના પાણીના નિકાલ માટે ગટરો બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાના કારણે આ ગટરો તૂટવાની ઘટનાઓ બનતી હોય છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગરબાડા ભાભરા ચોકડી નજીક ગટર ઉપર ચડતા લોડીંગ વાહન ના કારણે ગટર પણ તૂટી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે આ ગટર બનાવવામાં આવી છે તે કેટલા સમય સુધી ચાલશે કે પછી આમ જ ગટરો તૂટવાની ઘટનાઓ બનતી રહેશે તે તો આવનારો સમયે જ બતાવશે..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!