Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના હિંદોલિયામાં થતાં બાળલગ્નમાં સમાજ સુરક્ષા વિભાગે ‘કાયદાના ઢોલ’ વગાડ્યા

ફતેપુરા તાલુકાના હિંદોલિયામાં થતાં બાળલગ્નમાં સમાજ સુરક્ષા વિભાગે ‘કાયદાના ઢોલ’ વગાડ્યા

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના હિંદોલિયામાં થતાં બાળલગ્નમાં સમાજ સુરક્ષા વિભાગે ‘કાયદાના ઢોલ’ વગાડ્યા

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૭

ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામે બાળલગ્ન થતાં હોવાની માહિતી મળતા સાથે પહોંચી ગયેલી સમાજ સુરક્ષાની ટીમે બાળવર અને બાલિકાવધૂના માતાપિતાને સમજાવી આ પ્રવૃત્તિ અટકાવી હતી.

તા.૨૬/૦૪/૨૦૨૧ના રોજ ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર ૧૦૯૮ દ્વારા માહિતી મળી હતી કે, હિંદોલિયા ગામે રમેશભાઇ નાથાભાઇ ભુનેતરની બન્ને સગીર વયની દિકરીઓના લગ્ન મહિસાગાર જિલ્લાના મોટીભુગેડી ગામે દિનેશભાઇ જેઠાભાઇ રળોતી તથા મુળાભાઇ કોયાભાઇ બામણીયાના સપુત્ર સાથે નક્કી કરવામાં આવ્યા હતા. તેના અનુસંઘાને તા.૨૬/૦૪/૨૦૨૧ અને ૨૭/૦૪/૨૦૨૧ ના રોજ બન્ને દિવસોમાં પોલીસ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ તથા બાળ સુરક્ષા વિભાગ ઘ્વારા ચા૫તી નજર રાખી રુબરુ સ્થળ ૫ર જઇ બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળેલ છે.

આ બાળ લગ્ન અટકાવવા સુખસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.શ્રી એન.પી.સેલોત તથા બાળ લગ્ન પ્રતિબંઘક અઘિકારી આર.પી. ખાંટા તથા જીલ્લા બાળ સુરક્ષા અઘિકારી એસ.કે તાવિયાડ તથા વિક્રમ ચારેલ, સહાયક ફતેપુરા તથા બરજોડ નારસીંગ સામાજીક કાર્યકર અને પોલીસ સ્ટાફ તથા ચાઇલ્ડ લાઇન ૧૦૯૮નો સ્ટાફ હાજર રહી બાળલગ્ન પ્રતિબંધક ધારા ૨૦૦૬ હેઠળ સંપૂર્ણ જાણકારી આપી આ બાળ લગ્ન અટકાવેલ હતું.

error: Content is protected !!