Thursday, 28/03/2024
Dark Mode

કોરોના સંક્રમણની પરાકાષ્ઠા.. ખાનગી હોસ્પિટલો હાઉસફુલ:બેડની અછતના કારણે દર્દીને ખાનગી હોસ્પિટલની બહાર રિક્ષામાં જ ઓક્સિજન સહિતની સારવાર અપાઈ

કોરોના સંક્રમણની પરાકાષ્ઠા.. ખાનગી હોસ્પિટલો હાઉસફુલ:બેડની અછતના કારણે દર્દીને ખાનગી હોસ્પિટલની બહાર રિક્ષામાં જ ઓક્સિજન સહિતની સારવાર અપાઈ

દાહોદ તા.૨૬

દાહોદ જાણે કોરોના અંતિમ ચરમસીમાએ પહોંચી ગયો છે તેમ પ્રતિત થઈ રહ્યું છે. આજે દાહોદ શહેરની એક ખાનગી હોસ્પિટલની બહાર એક દર્દીને હોસ્પિટલમાં બેડની અછતના કારણે રિક્ષામાં જ ઓક્સિજન અપાતા ઉપસ્થિત સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. દર્દીને રિક્ષામાં જ ઓક્સિજન સહિતની સારવાર આપવામાં આવી રહી છે.

કોરોના રૂપી રાક્ષસના કાળા કેરથી સમગ્ર દેશ હાલ હચમચી ઉઠ્યો છે. હોસ્પિટલના બેડો પણ હાઉસફુલ થઈ ગયા છે જયારે બીજી તરફ ઓક્સિજનની ભારે અછત સર્જાઇ હોવાની પણ છડેચોક બૂમો ઉઠવા પામી છે અને ઘણા જિલ્લાઓ તેમજ રાજ્યમાં તો ઓક્સિજનના અભાવને કારણે ઘણા દર્દીઓ મોતને પણ ભેટી રહ્યા છે.

આવા કોરોનાના પ્રકોપથી ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યો નથી બીજી તરફ દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં પણ કોરોના ના કેસો કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે જેને પગલે સરકારી હોસ્પિટલો થી લઇ ખાનગી દવાખાના બેડો ભરાઈ ગયા છે દર્દીઓ ને લઇ પરીવારજનો આમથી તેમ ભટકે પણ રહ્યા છે ત્યારે આજનો નજારો જોતાં એમ લાગી રહ્યું છે કે, દાહોદ જિલ્લા ની હાલત પણ કોરોના મામલે અત્યંત ગંભીર બનતી જાય છે દાહોદ શહેરમાં આજે એક દર્દીની હાલત રખડતા તેને પરિવારજનો દ્વારા રીક્ષા મારફતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન થતા અને હોસ્પિટલમાં સંપૂર્ણ બેડ ભરાઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારે દર્દીની હાલત અત્યંત નાજૂક થતાં અને ઓક્સિજનની કમી જણાતા તાત્કાલિક પરિવારજનો દ્વારા ઓક્સિજન ના બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં જગ્યા ન મળવાને કારણે દર્દીને હોસ્પિટલની બહાર જ અને તે પણ રિક્ષામાં જ ઓક્સિજનની બોટલ ચઢાવવામાં આવી હતી. આ દ્રશ્યો જોતાં આસપાસના લોકો તેમજ હોસ્પિટલના અન્ય દર્દીઓ તેમજ અવર – જવર કરતાં લોકો આ નજારો અને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને જોતા વિચારમાં મુકાઇ ગયા હતા.

error: Content is protected !!