Monday, 09/09/2024
Dark Mode

ફતેપુરા : 260 જેટલાં પરપ્રાંતીયો માદરે વતન જવા રવાના : દાહોદથી ટ્રેન મારફતે રવાના

ફતેપુરા : 260 જેટલાં પરપ્રાંતીયો માદરે વતન જવા રવાના : દાહોદથી ટ્રેન મારફતે રવાના

ફતેપુરા : 260 જેટલાં પરપ્રાંતીયો માદરે વતન જવા રવાના : દાહોદથી ટ્રેન મારફતે રવાના

વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા

તા. ૯

                ફતેપુરા તાલુકામાં વિવિધ રાજ્યોમાંથી ધંધાર્થે આવેલા પરપ્રાંતીઓ ને પોતાના વતન જવા માટે ફતેપુરા બસ સ્ટેશન પરથી રવાના કરવામાં આવ્યા હતા.

            ફતેપુરા માંથી વિવિધ વિસ્તારોમાંથી પાણી પુરી આઈસ્ક્રીમ ગુલ્ફી જ્યુસ સેન્ટર તેમજ ઈટોના ભઠ્ઠા ઉપર મજુરી કામે આવેલા પરપ્રાંતીઓ પોતાના વતનમાં જવા માટેની માગ ઉઠેલી હતી, ત્યારે આજરોજ ફતેપુરા વહીવટી તંત્ર તેમજ ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ કરોડિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ કલાલ વડવાસ ગ્રામ પંચાયતના સરપંચ કાળુભાઈ ગરવાળ કાલીયાવલુન્ડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના ગામમાં રહેતા પરપ્રાંતીઓ ને યાદી બનાવી તેમનું સ્કેનિંગ કરી મેડિકલ ચેકઅપ કરાવી તેમને ફતેપુરા બસ સ્ટેશન ઉપર એકઠા કર્યા હતા.

               ઝાલોદ એસટી વિભાગ દ્વારા નવ બસો ફાળવવામાં આવી હતી. દરેક વ્યક્તિને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણે બસોમાં બેસાડવામાં આવ્યા હતા તેમજ કરોડિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ કલાલ દ્વારા પારલે બિસ્કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તો લાલા પંચાલ હોટલવાળા એ ફૂડ પેકેટ તૈયાર કરી નાસ્તાની સગવડ કરી આપી હતી તો હાજી કયુમભાઈ ભાભોર તાલુકા સભ્ય રજાકભાઇ પટેલ  સલીમભાઈ સાઠીયા તેમજ ગામના આગેવાનોએ જરૂરિયાત મંદોને જરૂરી સેવા પુરી પાડી હતી.

             ૨૬૦ જેટલા પ્રવાસીઓને બસ મારફતે દાહોદ રેલવે સ્ટેશન સુધી જવાની સગવડ કરી આપવામાં આવી હતી ત્યાંથી રેલવે દ્વારા પોતાના રાજ્યમાં જવા માટે ની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!