
રાજેશ વસાવે :- દાહોદ
ધૂળેટીએ રણીયાર ગામનો અદ્ભુત ચૂલ મેળો:ધગધગતા અંગારા પર ચાલી શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરે છે, આદિવાસી સંસ્કૃતિનું અનોખું પ્રતીક
દાહોદ તા.15
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ગામમાં ધૂળેટીના દિવસે એક અનોખો મેળો યોજાય છે. આ મેળો રણછોડરાય મંદિરના પ્રાંગણમાં ભરાય છે. આદિવાસી બહુલ વિસ્તારમાં યોજાતા આ મેળાનું વિશેષ મહત્વ છે.
મેળામાં બે પ્રકારની ચૂલ બનાવવામાં આવે છે – ઠંડી ચૂલ અને ગરમ ચૂલ. ગરમ ચૂલ માટે ગામના દરેક ઘરમાંથી લાકડાં અને ઘી એકત્રિત કરવામાં આવે છે. સૌપ્રથમ 5×25 હાથ લાંબો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે.શ્રદ્ધાળુઓ પહેલાં પાણીનો લોટો અને નાળિયેર લઈને ઠંડી ચૂલમાં ચાલે છે. ત્યારબાદ ગરમ ચૂલ માટે એ જ ખાડામાં સૂકાં લાકડાં મૂકીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે.
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો તહેવાર છે. મોટાભાગના લોકો રોજગારી માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરે છે, પરંતુ હોળીના તહેવાર માટે વતન પાછા ફરે છે.
હોળીના પાંચ દિવસ પહેલાંથી જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેળાઓ શરૂ થાય છે. આમાં ‘ચૂલનો મેળો’ સૌથી મહત્વપૂર્ણ છે, જે ગરબાડા તાલુકાના ગાંગરડી, લીમખેડા તાલુકાના દુધિયા અને રણધીકપુર તેમજ ઝાલોદના રણીયાર ગામમાં યોજાય છે.ત્યારબાદ ધગધગતા અંગારા થઇ ગયા બાદ લીમડાના ઝાડ ની ડાળી અને પાંડા વડે અંગારા મા ઘી નિ આહુતી આપતા હોય છે.
આ ચૂલ ના મા ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચુલ ના 5 ફેરા ફર્યા બાદ પોતાની માનતા પુરી કરવા માટે તેમજ વરસાદ સારો પડે તે માટે પણ લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે.
આ ચુલના મેળા મા ચાલતા લોકો ને પગમાં નથી તો છાલા પડ્તા કે નથી તો કોઇ બિમારી થતી તેથી જ અહી અંગારા માં ચાલવા ની આસ્થા આજે પણ અહી જોડાયેલી છે.