
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ભાજપમાં નવા પ્રમુખની નિમણૂક: સ્નેહલ ધરીયાએ 7મા જિલ્લા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો, 38 વર્ષનો સંગઠન અનુભવ
દાહોદ તા.15
દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધરીયાએ આજે કમલમ ખાતે પદભાર સંભાળ્યો હતો. આ પદગ્રહણ સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુ ખાબડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયા અને ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા પણ જોડાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને દાહોદનાધરીયાએ આજે કમલમ ખાતે પદભાર સંભાળ્યો હતો. આ પદગ્રહણ સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુ ખાબડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયા અને ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા પણ જોડાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.,પદભાર સંભાળ્યા બાદ સ્નેહલ ધરીયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 38 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આગામી ચૂંટણીઓમાં પાર્ટીને 100 ટકા સફળતા અપાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ધરીયાએ વધુમાં ઉમેર્યું કે ભાજપની તાકાત તેના કાર્યકર્તાઓમાં રહેલી છે.
પોતાને માત્ર સેનાપતિ ગણાવતા તેમણે કહ્યું કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્ર સાથે કાર્યકર્તાઓને સાથે રાખીને આગળ વધશે.