Friday, 25/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસરમાં પરિણીત મહિલાની છેડતી કરતા આરોપી સામે ગુનો દાખલ કરાયો*

March 15, 2025
        12092
ફતેપુરા તાલુકાના સુખસરમાં પરિણીત મહિલાની છેડતી કરતા આરોપી સામે ગુનો દાખલ કરાયો*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસરમાં પરિણીત મહિલાની છેડતી કરતા આરોપી સામે ગુનો દાખલ કરાયો*

*મહિલા શુક્રવાર રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પંચાલ ફળીયા ખાતે જમવા જતા સમયે છેડતી નો ભોગ બની હોવાનો આક્ષેપ કરાયો*

 સુખસર,તા.15

 ફતેપુરા તાલુકાના સુખસરમાં શુક્રવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં મહિલા ઘરેથી જમણવારમાં જમવા માટે નીકળી હતી.તેવા સમયે બુલેટ ગાડી લઈને આવેલા વ્યક્તિએ મહિલાને રસ્તામાં આંતરિક બુલેટ ગાડી ઉપર બેસી જા તેમ જણાવી હાથ પકડી છેડતી કરતા મહિલાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી વિરૂધ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

           જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં શુક્રવાર સાંજના આઠ વાગ્યાના અરસામાં એક મહિલા જમણવારમાં જવા ઘરેથી નીકળી પંચાલ ફળિયા ખાતે જઈ રહી હતી.તેવા સમયે સુખસરના પંચાલ ફળિયા ખાતે રહેતા તેજસભાઈ ઉર્ફે લાલો પ્રવીણભાઈ પંચાલ નાઓ બુલેટ લઈને આવ્યો હતો.જ્યારે મહિલા પાસે આવી તેના કબજાની બુલેટ ગાડીને ઉભી રાખી ફરિયાદી બેનનો હાથ પકડી માલ મારા સાથે બેસી જા તેમ કહેતા ફરિયાદી બેને કહેલ કે,તારી બુલેટ ઉપર કેમ બેસુ તેમ કહેતા આરોપીએ ફરિયાદી બેનને મા-બેન સમાણી બિભીત્સ ગાળો આપી જતો રહેલ.ત્યારબાદ છેડતીનો ભોગ બનેલી મહિલાએ આ વાત ઘરે જઈ તેના પતિને જણાવેલ.જેથી ફરિયાદી બેન ના પતિ તેજસભાઈ પંચાલને આવું કેમ કરો છો તેમ પૂછવા જતા તેજસ પંચાલ મહિલાના પતિને પથ્થર લઈ મારવા દોડી આવેલ.તેમજ ફરિયાદી બેને આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, તેજસ પંચાલ અવાર-નવાર લાંબા સમયથી ચેનચાળા કરતો આવેલ છે. તેવી ફરિયાદ આપતા કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળે છે.

          ઉપરોક્ત બાબતે જાતીય સતામણી નો ભોગ બનેલી મહિલાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તેજસભાઈ ઉર્ફે લાલો પ્રવીણભાઈ પંચાલ રહે.સુખસર,પંચાલ ફળિયા, તા.ફતેપુરા નાઓ ની વિરુદ્ધમાં છેડતી નો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!