Friday, 22/11/2024
Dark Mode

સુખસર મહાદેવ મંદિર ની ધર્મશાળાનું દબાણ ખુલ્લુ કરવા મામલતદારે પોલીસને હુકમ કર્યો,કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ફાળવવા હુકમ કર્યો

સુખસર મહાદેવ મંદિર ની ધર્મશાળાનું દબાણ ખુલ્લુ કરવા મામલતદારે પોલીસને હુકમ કર્યો,કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ફાળવવા હુકમ કર્યો

હિતેશ કલાલ :- સુખસર 

સુખસર મહાદેવ મંદિરની ધર્મશાળાનું દબાણ ખુલ્લુ કરવા મામલતદારે પોલીસને હુકમ કર્યો,કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ફાળવવા હુકમ કર્યો,સંપત્તિવાન લોકોએ ધર્મશાળા ની જમીન પર દુકાન બનાવી દીધેલ છે.

સુખસર તા.28

ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર નજીક ધરમશાળા જમીનમાં ગામના સંપત્તિવાન લોકોએ દુકાનો બનાવી દીધેલ છે જે દૂર કરી ધરમશાળા બનાવવા માટે મામલતદાર સહિત કલેક્ટરને રજૂઆત કરાઇ હતી જેમાં મામલતદાર દ્વારા સ્થળ તપાસ પંચનામું અને ગામના આગેવાનો ના જવાબ લઈ આ દબાણ દૂર કરવા જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં હુકમ કરાયો હતો.
ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર બનાવવા માટે કલાલ સમાજ ના આગેવાન દ્વારા જમીન દાનમાં આપવામાં આવી હતી મહાદેવ મંદિર બનાવ્યા બાદ નજીકમાં ધર્મશાળા પણ બનાવાઈ હતી પરંતુ જેમાં ગામના સંપત્તિવાન લોકો દ્વારા દુકાનો બનાવી દેવાઇ હતી જે દબાણ દૂર કરી ધર્મશાળા બનાવી ધાર્મિક કાર્ય હતું ઉપયોગમાં લેવાય એ બાબતે ગ્રામજનોએ મામલતદાર સહિત કલેકટરને રજૂઆત કરી હતી જેમાં સર્કલ મામલતદાર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરાઇ હતી તેમ જ ગામના આગેવાનોના નિવેદનો લેવાયા હતા ત્યારબાદ આ દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્ત ફાળવવા મામલતદારે સુખસર પોલીસ ને હુકમ કર્યો હતો. પોલીસે બંદોબસ્ત ફાળવવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઇને ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો.

error: Content is protected !!