Friday, 25/06/2021
Dark Mode

પર પ્રાંતીય ઠગ ત્રિપુટીએ દાહોદના વેપારીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો:ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી ૧૩,૯૪,૪૮૩ નો સોયાબીનના કટ્ટા ટ્રકમાં ભરી વેપારીને આપવાના બદલે ફરાર થતાં પોલિસ ફરિયાદ નોંધાઈ

પર પ્રાંતીય ઠગ ત્રિપુટીએ દાહોદના વેપારીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો:ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી ૧૩,૯૪,૪૮૩ નો સોયાબીનના કટ્ટા ટ્રકમાં ભરી વેપારીને આપવાના બદલે ફરાર થતાં પોલિસ ફરિયાદ નોંધાઈ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૮

એક ટ્રકના ચાલક સહિત ત્રણ જણાએ દાહોદના એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી ૫૧૦ સોયાબીનના કટ્ટા જેની કિંમત રૂા.૧૩,૯૪,૪૮૩ નો માલ પોતાની ટ્રકમાં ભરાવી લઈ ઉજ્જૈનના એક વેપારીને પહોંચાડી દેવાની ખાતરી આપી, વિશ્વાસમાં લઈ આ સોયાબીનનો જથ્થો ઉજ્જૈનના વેપારીને ત્યા ન પહોંચી ફરાર થઈ જતાં આ સંબંધે દાહોદના ટ્રાન્સપોર્ટર દ્વારા ટ્રકના ચાલક સહિત ત્રણ જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

સંજુ વાસ્કલ, અનીલ ધાના પવાર(ડ્રાઈવર) અને કોકરેકર પાટીલ (પાટીયો) આ ત્રણેય જણાએ એકબીજાના મેળાપીપળામાં ગત તા.૨૪મી નવેમ્બરના રોજ પોતાના કબજાની એક ટ્રક લઈ દાહોદના ટ્રાન્સપોર્ટના માલિક એવા કનકભાઈ ધીરજમલ મહેતા (રહે.મંડાવાવ રોડ,દાહોદ) પાસે આવ્યા હતા અને તેઓના ગોડાઉનમાંથી સોયાબીનના કટ્ટા નંગ.૫૧૦ કિંમત રૂા.૧૩,૯૪,૪૮૩ નો માલ આ ટ્રકમાં ભરી મધ્યપ્રદેશના ઉજ્જૈનના વેપારી બ્રીજમોહન ફતેહલાલ અગ્રવાલ એન્ડ સન્સને ત્યાં પહોંચાડવાની ખાત્રી આપી હતી. આ માલ ભરાવ્યા બાદ આજદિન સુધી ઉજ્જૈનના આ વેપારીને ત્યા ઉપરોક્ત ત્રણેય જણા ન પહોંચ્યા અને માલ સુપરત ન કરતાં વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનો અહેસાસ થતાં આ સંબંધે કનકભાઈ ધીરજમલ મહેતા દ્વારા આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

——————————

 

error: Content is protected !!