Tuesday, 15/06/2021
Dark Mode

ગરબાડા તાલુકાના દેવધા ગામે ખાન નદી પાસે રાત્રે વિદેશીદારૂ ભરેલી પીકઅપ ગાડી પલ્ટી ખાતા રોડ પર દારૂની રેલમછેલ,પલ્ટી માર્યા બાદ આકસ્મિક આગમાં પીકઅપ ભસ્મીભૂત થઇ,પોલિસ તપાસમાં જોતરાઈ

ગરબાડા તાલુકાના દેવધા ગામે ખાન નદી પાસે રાત્રે વિદેશીદારૂ ભરેલી પીકઅપ ગાડી પલ્ટી ખાતા રોડ પર દારૂની રેલમછેલ,પલ્ટી માર્યા બાદ આકસ્મિક આગમાં પીકઅપ ભસ્મીભૂત થઇ,પોલિસ તપાસમાં જોતરાઈ
 વિપુલ જોષી,ગરબાડા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૯

ગરબાડા તાલુકાના દેવધા ખાન નદીની નજીક એક દારૂ ભરેલ બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાઈ જતાં જાેતજાેતામાં આ દારૂ ભરેલ ગાડીમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર ફાઈટરોને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી પરંતુ અહીં ચોંકાવનારી વાત એ જાણવા મળી છે કે, દારૂ ભરેલ આ ગાડી પલ્ટી ખાતાની સાથે જ સ્થાનીકોને આ ઘટનાની જાણ થતાં દારૂની લુંટફાટ કરવા સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, આ ગાડીમાં આગ લગાડવામાં આવી હતી. પલ્ટી ખાઈ ગયા બાદ તો ગાડીમાં આગ ન હોતી લાગી પરંતુ સ્થાનીકોમાં એ પણ ચર્ચા થઈ પામી હતી કે, પકડાઈ જવાની બીકે ચાલકે અથવા તો તેના મળતીયાઓ દ્વારા દારૂનો નાશ અને પુરાવાનો નાશ કરવા આ આગને અંજામ આપ્યો હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળેલ છે.

 રાત્રીના અંધારામાં મધ્ય પ્રદેશથી પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દાહોદ તરફ ઠલવાતો હોવાની આશંકા:પોલિસ તપાસમાં જોતરાઈ 

ગતરોજ રાત્રીના આશરે બાર વાગ્યાંના અરસામાં મધ્ય પ્રદેશથી જીજે-20-વી-7782
પીકઅપ ગાડીમાં આશરે લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરી દાહોદ તરફ આવી રહ્યો હતો.તે સમયે અકસ્માતે રાતના સાડા બાર વાગ્યાંના સુમારે દેવધા પાસે ખાન નદીના પુલ પર પીકઅપ ગાડી પલ્ટી મારી તેમાં આગ લાગી ગઈ હતી.અને જોતાજોતામાં આગની લપટોમાં ફોરવહીલ ગાડી બળીને રાખ થઇ ગઈ હતી.આ બનાવ દરમિયાન આસપાસના ભેગા થયેલા લોકોએ દારૂની લૂંટ ચલાવવામાં મશગુલ હતા.તે સમયે ચાલક ભીડમાં ફરાર થઇ ગયો હતો.જોકે બાદમાં ફાયરબિગ્રેડે આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી.તેમજ ગરબાડા પોલિસે બચી ગયેલો 46 હજાર રૂપિયા ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો જપ્ત પીકઅપ ગાડી જપ્ત કરી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ દારૂનો જથ્થો દાહોદમાં ક્યાં ઠલવાઇ રહ્યો હતો? કોને મંગાવ્યો હતો તે પણ હાલ પોલિસ માટે તપાસનો વિષય બની જવા પામેલ છે.

  દાહોદ જિલ્લામાં વિદેશીદારૂનો ધંધો કરતા બુટલેગરો બેફામ:પોલિસની ચુસ્તપણે પેટ્રોલિંગના પ્રયાસો બાદ પણ અવિરતપણે ધમધમતો વિદેશીદારૂનો વેપલો  

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે.જોકે મધ્ય પ્રદેશ રાજસ્થાનની ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોના આંતરિયાળ રસ્તાઓ મારફતે વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂની ઠાલવી જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.વિદેશી દારૂની બદીને કડકરીતે ડામી દેવા દાહોદ પોલિસ સતત પ્રયાસ કરી છે.જેના પરિણામ સ્વરૂપ દરરોજ દાહોદ પોલિસના હાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે.તો પણ દાહોદ જિલ્લાના આંતરિયાળ રસ્તોઓ પરથી બુટલેગર તત્વો પોલીસની નજર ચૂકવી બેફામ વિદેશીદારૂનો વેપલો ચલાવી રહ્યા છે.ત્યારે દાહોદ પોલિસ દ્વારા અસરકારક એક્શન પ્લાન બનાવી વિદેશી દારૂને કડકરીતે ડામી તેવી લાગણી તેમજ માંગણી પ્રવર્તી રહી છે.

error: Content is protected !!