Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકા પંચાયત મનરેગા શાખા તળાવના કામમાં ગેરરીતિ બહાર આવતા ખળભળાટ 

સંતરામપુર તાલુકા પંચાયત મનરેગા શાખા તળાવના કામમાં ગેરરીતિ બહાર આવતા ખળભળાટ 

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.24

સંતરામપુર તાલુકા પંચાયત મનરેગા શાખા તળાવના કામમાં ગેરરીતિ બહાર આવતા ખળભળાટ

સંતરામપુર તાલુકાના તાલુકા પંચાયત કચેરીમાં આવેલી મનરેગા શાખા કેન્દ્ર સરકારની મનરેગા શાખા જેમાં ગરીબોને રોજગારી મળી શકે એ હેતુથી મનરેગા શાખા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના બહાર પાડતી હોય છે.સંતરામપુર તાલુકાના તાલુકા પંચાયતમાં આવેલી મનરેગા શાખા જેમાં આ શાખાના કર્મચારીઓ અધિકારીઓ તળાવના કામોમાં ગેરરીતિ કારણ બહાર આવેલું છે.મનરેગા શાખાના કર્મચારી દ્વારા ફળવા ગ્રામ પંચાયતમાં તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ ધરી હતી.અને સ્થાનિક ગ્રામજનો ને ઘર આંગણે જ રોજગારી મળી શકે આ તળાવ ઉંડુ કરવામાં ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલી છે.જેમાં મનરેગા શાખાના એપીઓ ટેકનીકલ આસિસ્ટન્ટ ગ્રામ રોજગાર સેવક તથા તલાટી કમ મંત્રી મિલીભગતના કારણે ફળવા ગામે આંગણવાડીમાં વર્કર માં ફરજ બજાવતા સરકારી નોકરી કરવા છતાંય મનરેગા મા શ્રમિક તરીકે તેમનું નામ દર્શાવીને સરકારના રકમ 3938 રૂપિયા રોજગાર નાણાં ચુકવવામાં આવેલા છે.સરકારી નાણાકીય ગેરરીતિ આચરી છે. મનરેગા શાખા ના ઓનલાઇન મસ્ટરમાં હકીકતમાં સાબિત થાય છે.કે 2019 માં માસ્ટર નંબર1318.2288 રકમ ચુકવેલ છે જ્યારે મસ્ટર નંબર2626*750* માસ્ટર નંબર”2721*900 કુલ મળીને રકમ સરકારી કર્મચારી થઈને 3938 રૂપિયા રોજગારી મેળવી છે. આ રીતે ગેરરીતિ બહાર આવેલી છે. જો માત્ર સંતરામપુર તાલુકાની એક જ પંચાયતમાં આ રીતે ગેરરીતિ બહાર આવેલી છે.જો ઉચ્ચકક્ષા સુધી ઉંડાણપૂર્વક મનરેગાની શાખાના તમામ ગ્રામ પંચાયત અને તમામ યોજનાની તપાસ કરવામાં આવે સરકારી અધધ રકમ બહાર આવી શકે તેમ છે તપાસનો વિષય બન્યો છે.

error: Content is protected !!