
સંજેલી :- મહેન્દ્ર ચારેલ
સંજેલી નગરમાં ખાદ્ય પદાર્થમાં તમાકુ,ગુટકા તેલ,ચોખા ભેળસેળ અને નકલી હોવાની બુમો..
ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે ભેળસેળ પદાર્થની તપાસમાં ગેરરીતિ..
નકલી ગુટકા નકલી તમાકુ નકલી તેલ નકલી ચોખા સહિત ભેળચળ વાળી વસ્તુ પર તંત્ર દ્વારા તપાસ કરવા માંગ…
સંજેલી મહેન્દ્ર ચારેલ…
સંજેલીમાં માથાભારે વેપારીઓ આદિવાસી ગરીબ અને ભોળી પ્રજાને ખુલ્લેઆમ ભેળસેળ વાળી વસ્તુ આપી ગ્રાહકોને લુટી રહ્યા અને જીએસટી બિલ પણ આપતા ન હોવાની બૂમો ઉઠવા પામી છે..
સંજેલી અધિકારીઓની બેદરકારીના કારણે ભેળસેળ વસ્તુની ધૂમ વેચાણ હોવાની ચારે કોર ચર્ચા…
સંજેલી તાલુકો 56 જેટલા ગામડાઓ ધરાવતો તાલુકો છે હાલ લગ્નની ફૂલ સીઝનમાં વેપારીઓ પ્રજા સાથે છલ કરી લૂંટી રહિયા છે..તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા આદિવાસી ગરીબ પ્રજાને સંજેલી નગરના વેપારીઓ કિંમત કરતા વધુ રકમ લઈ ભેળસેળ વાળી વસ્તુ આપી ખુલ્લેઆમ લૂંટતા વેપારીઓ સામે તપાસની માંગ ઉઠવા પામી છે..
થોડા દિવસ અગાઉ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની જિલ્લાની ટીમ બોલાવતા ભેળસેળ વાળા તેલ વેચનાર વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો અને દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે અધિકારીઓની નજર સામે જ શંકાસ્પદ તેલનો જથ્થો સગેવગે થયો પરંતુ જવાબદાર અધિકારીઓ ડબ્બા ને પકડી સીલ ન મારતા સંજેલી નગરમાં ગ્રામજનોને તપાસમાં આવેલા અધિકારીઓ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો…ભેળસેળ વાળું તેલનો સેમ્પલ લઇ લેબ માં મોકલીયો છતાં હજી રિપોર્ટ ન આવ્યો.. અધિકારીઓની અને વેપારીઓની મિલી ભગત હોય તેમ લોકોમાં ચર્ચા..