
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના બિરસા ભવન, દાહોદ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ ર્ડા. પ્રદીપ ગરાસીયાની અધ્યક્ષસ્થામાં બેઠક મળી હતી.
દાહોદ તા.૦૧
દાહોદના બિરસા ભવન, દાહોદ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ ર્ડા. પ્રદીપ ગરાસીયાની અધ્યક્ષસ્થામાં બેઠક મળી હતી. જેમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આદિવાસી સમાજની મળેલ બેઠકમાં મહત્વના મુદ્દાઓમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ખોટા પ્રમાણપત્રોનો મુદ્દા મામલે જાહેર નામું બહાર પાડી જસ્ટીસ કારીયા કમિટીએ ૨૧૯૦૦ જેટલા સાચા કરાવ્યાં છે તે સિવાયના અંદાજે ૫૬૦૦૦ જેટલા રદ્દ કરવા જાેઈએ, આરબીસીની દરખાસ્ત ભારત સરકારને કરે છે તેની નકલ મળવી જાેઈએ, ગાંધીનગર મુકામે આદિવાસી સમાજમાં ભવન બનાવવા જમીન મેળવવા માંગણી, લેબર સેશન ૧૨૦૦૦ કરોડ સરકારમાં છે તેમાંથી ખર્ચ કરી ભવન બનાવી ગરીબ મજુરોના બાળકો ભણે તેવી જાેગવાઈ, ઉચ્ચ અભ્યાસક્રમમોમાં આવક મર્યાદા દુર કરવા રજુઆત કરવી, છોકરીઓની શિષ્યવૃતિ ચાલુ રાખવા બાબત, પી.જી.માં સ્ટાઈપેન્ડ મળવા બાબત, બિન આદિવાસી પાસેથી ખરીદેલી જમીન, મકાન, ફ્લેટ, દુકાન ઉપર ૭૩૩એએ લાગુ નહીં પાડવા બાબત, પંચમહાલ-દાહોદ-સંતરામપુર તાલુકાનો પુર્વ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી, વિશ્વેલષણ સમિતિ નિયત સમયમર્યાદા ત્રણ મહિનામાં કેસનો નિકલા કરે તેવી સુચના આપવી, પુન: વસવાટના ગામોમાં બાકી સુવિધાઓ મળવી જાેઈએ, એકલવ્ય મોડેલ સ્કુલ, મોડલ સ્કુલ, હાઈસ્કુલ (ગ્રાંન્ટ), પ્રાથમીક શાળામાં શિક્ષકોની કાયમી ભરતી કરવા બાબત, આંગણવાડી, પ્રાથમીક શાળાના જર્જરિત મકાનો નવા બનાવવા-રીપેર કરવા, રોસ્ટર પોંઈટ લાગુ કરવા બાબત તેમજ દાહોદ ખાતે શૈનિક સ્કુલ શરૂ કરવા બાબતોની આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
————————————–