Friday, 02/06/2023
Dark Mode

દાહોદ તાલુકાના છાપરી ગામના યુવકની શર્મનાક કરતુત:દાહોદ તાલુકાની ઉસરવાણ ગામની 21 વર્ષીય યુવતીનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી પાવાગઢ મુકામે લઇ જઈ દુષ્કર્મ આચર્યું

દાહોદ તાલુકાના છાપરી ગામના યુવકની શર્મનાક કરતુત:દાહોદ તાલુકાની ઉસરવાણ ગામની 21 વર્ષીય યુવતીનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી પાવાગઢ મુકામે લઇ જઈ દુષ્કર્મ આચર્યું

 

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૪

દાહોદ તાલુકાના ઉસરવાણ ગામેથી એક યુવકે એક ૨૧ વર્ષીય યુવતીને પત્નિ તરીકે રાખવાના ઈરાદે અપહરણ કરી લઈ પાવાગઢ મુકામે લઈ જઈ ત્યા તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા આ સંબંધે યુવતીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકામાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતીને ગત તા.૧૮મી ઓક્ટોબરના રોજ દાહોદ તાલુકાના છાપરી ગામે તળાવ ફળિયામાં રહેતો અજયભાઈ કાળુભાઈ નીનામાએ પોતાના મીત્ર વિનોદ ભુરીયાની મદદ લઈ ઉસરવાણ  ગામેથી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. આ યુવતીને પાવાગઢ મુકામે લઈ જઈ અજયે પોતાની પત્નિ તરીકે રાખવાના ઈરાદે યુવતી ઉપર બળાત્કાર પણ ગુજાર્યાે હતો.
આ સંબંધે ઉપરોક્ત બંન્ને યુવકોના ચંગુલમાંથી છુટી યુવતી પોતાના ઘરે આવી સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી અને આ સંબંધે પરિવારજનો દ્વારા યુવતીને દાહોદ તાલુકા પોલીસ મથકે લાવી યુવતી દ્વારા ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!