Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:ગુજરાત એસટી(G.S.R.T.C)ની ડ્રાઇવરની ભરતીની બાકી રહેલી પરીક્ષા પુર્ણ કરાવવા જિલ્લા સમાહર્તાશ્રીને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

દાહોદ:ગુજરાત એસટી(G.S.R.T.C)ની ડ્રાઇવરની ભરતીની બાકી રહેલી પરીક્ષા પુર્ણ કરાવવા જિલ્લા સમાહર્તાશ્રીને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

   નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૦

જી.એસ.આર.ટી.સી. ડ્રાઈવરની ૨૨૪૯ ભરતી પ્રક્રિયા પુર્ણ કરવા તથા બાકી રહેલી ૨૪.૦૨.૨૦૨૦ની પરીક્ષા પુર્ણ કરવા બાબતે દાહોદના જી.એસ.આર.ટી.સી. ડ્રાઈવર પરીક્ષાર્થીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, કોરોના વૈશ્વિક મહામારીને કારણે અટકી ગયેલ ભરતી પ્રક્રિયા પુર્ણ કરવા  તેમજ ૨૪.૦૨.૨૦૨૦ ના રોજ પરીક્ષા બાકી રહેલ છે તો તે પ્રક્રિયા પણ પણ પુર્ણ કરવા અને જેમની પરીક્ષા ૧૦ માસ અગાઉ પુર્ણ થયેલ છે તો આ એક દિવસની પરીક્ષા પુર્ણ કરીને જી.એસ.આર.ટી.સી.ના ડ્રાઈવર ૨૦૧૯/૨૦૨૦ની ભરતી પુર્ણ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપી વિનંતી કરી હતી. વધુમાં જણાવ્યા અનુસાર,  આ ભરતી પ્રક્રિયા વહેલી તકે પુર્ણ કરી નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ જી.એસ.આર.ટી.સી.ના ડ્રાઈવરો એકઠા થઈ ધરણાં પ્રદર્શન કરવાની તેમજ વાહન વ્યવહાર મંત્રીને રજુઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

————————-

error: Content is protected !!