Monday, 26/09/2022
Dark Mode

દાહોદ:જિલ્લા સહકારી સંઘની ચુંટણીમાં  ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ માનદમંત્રી બિનહરીફ ચુંટાયા

દાહોદ:જિલ્લા સહકારી સંઘની ચુંટણીમાં  ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ માનદમંત્રી બિનહરીફ ચુંટાયા

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લા સહકારી સંઘની ગતરોજ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ચુંટણીમાં  ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ માનદમંત્રી બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.

દાહોદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતીમાં ગત તારીખ ૧૯મી ઓક્ટોબરના રોજ દાહોદ જિલ્લા સહકારી સંઘની ચુંટણી દાહોદ ખાતે યોજવામાં આવી હતી. આ ચુંટણીમાં ચેરમેન તરીકે કલસીંગભાઈ મેડા, વાઈસ ચેરમેન તરીકે કિશોરભાઈ તાવીયાડ અને માનદમંત્રી તરીકે ગોપાળભાઈ ધાનકા ચુંટાઈ આવ્યા હતા. આવનાર પાંચ વર્ષાે દરમ્યાન દાહોદ જિલ્લામાં સહકારી પ્રવૃતિઓ ધમધમતી રહે અને તે માટે દરેક તાલુકા દીઠ પણ સંગઠન કરવામાં આવશે અને સહકારી પ્રવૃતિઓ જે અત્યારે પડી ભાંગી છે તેને પુનઃ જીવીત કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમ ચેરમેન કલસીંગભાઈ મેડાએ જણાવ્યું હતુ.

error: Content is protected !!