Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના 27 નવા દર્દીઓનો ઉમેરો:એક્ટિવ કેસોએ ત્રેવડી સદી વટાવી

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના 27 નવા દર્દીઓનો ઉમેરો:એક્ટિવ કેસોએ ત્રેવડી સદી વટાવી
  જીગ્નેશ બારીયા, દાહોદ/હિરેન પંચાલ, ઝાલોદ 

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લામાં આજે પણ કોરોના કેસોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કુલ રેપિડ ટેસ્ટ તેમજ સેમ્પલો મળી કુલ 239 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી કરતા તેમાંથી 112 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે 15 પોઝીટીવ કેસો આર.ટી.પી.સી.આરમાં તેમજ 12 રેપિડ ટેસ્ટના મળી કુલ 27 નવા દર્દીઓ સામે આવ્યા છે.આજના 27 કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ થતાં દાહોદ જિલ્લામાં કોરોનાએ 643 નો આંકડો પાર કરી દીધો છે.જેમાં અત્યાર સુધીમાં 294 લોકો કોરોના મુક્ત થવા પામ્યા છે.ત્યારે એક્ટીવ કેસની સંખ્યા 313 અને મૃત્યુઆંક 40 પર પહોંચ્યો છે. આમ, દાહોદમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પ્રકોપ વધવા શહેર સહીત જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં કોરોનાએ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધીમેં ધીમે પગપેસારો કરતા દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ કોરોનાના કેસો વધવા પામતા જિલ્લાની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જઈ રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.આજરોજ સેમ્પલ તેમજ રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવેલા દર્દીઓમાં દાહોદ શહેરમાં વધુ 16 કેસો નોંધાવા પામ્યા છે.તેમજ ઝાલોદમાં 6, ગરબાડાના જેસાવાડામાં 3,લીમખેડામાં 2 કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે એકલા દાહોદ શહેરમાં કોરોનાનો આંકડો 470 નજીક પહોંચી જવા પામ્યો છે.આજરોજ નોંધાયેલા (૧) મનોરમાબેન જગદીશપ્રસાદ અગ્રવાલ (ઉવ.૭૯ રહે.કામળીયાવાડ દાહોદ),( ર) રબાબ તાહેર લુખડીયા (ઉવ.૭૬ રહે. ગોદી રોડ દાહોદ), (૩) કાંતાબેન દલસુખભાઈ ચોૈહાણ (ઉવ.૭૦ રહે. દુધીયા લીમખેડા દાહોદ), (૪) મેઘાબેન અંકુરભાઈ દેસાઈ (ઉવ.૩૯ રહે. સરદાર કોલોની દાહોદ), (પ) મહેશકુમાર ગજાનંદભાઈ શ્રીગોડ (ઉવ.૩૧ રહે. જેસાવાડા ગરબાડા), (૬) મનોજભાઈ ગજાનંદ શ્રીગોડ (ઉવ.૩૩ રહે. જેસાવાડા, ગરબાડા), (૭) ગજાનંદ બુધાલાલ શ્રીગોડ (ઉવ.૬ર રહે. જેસાવાડા ગરબાડા),( ૮) જશવંતભાઈ રણછોડભાઈ ગારી (ઉવ.૪૬ રહે. પીપલી લીમખેડા),( ૯) મનીષા સુરેશકુમાર ભાસાણી (ઉવ.ર૦ રહે.ગોદી રોડ દાહોદ), (૧૦) અલીઅસગર ફકરૂદ્દીન હોશિયાર (ઉવ.પર રહે. ગોધરા રોડ દાહોદ), (૧૧) અજય સુભાષભાઈ પંચાલ (ઉવ.૩પ રહે. ઝાલોદ દાહોદ), (૧ર) પંચાલ નવનીતલાલ હીરાલાલ (ઉવ.૬પ લુહારવાડા), (૧૩) લખારા દીપકભાઈ દીલીપભાઈ (ઉવ.ર૩ રહે. મીઠા ચોક ફળીયુ), (૧૪) લખારા સોનુબેન દીલીપ (ઉવ.રપ મીઠાચોક ફળીયુ), (૧પ) પંચાલ નરેશભાઈ ચંદુલાલ (ઉવ.પપ લુહારવાડા) નોંધાયા છે.જ્યારે (૧) સાવિત્રીબેન વિકાસ નામખેડ (ઉવ.૪ર રહે. વડ બજાર ઝાલોદ), (ર) ઝાહરા ઈલીયાસ જીનીયા (ઉવ.૩ર રહે. નવજીવન મીલ દાહોદ), (૩) સન્ની સુરેશભાઈ સોલંકી (ઉવ.ર૬ રહે. મંડાવાવ રોડ દાહોદ), (૪) પ્રદીપ ભગત (ઉવ.૭૦ રહે.હરીરાય સોસાયટી દાહોદ),( પ) સુરેખા પ્રદીપ ભગત (ઉવ.૬પ રહે. હરીરાય સોસાયટી દાહોદ),( ૬) કીર્તી એન દેસાઈ (ઉવ.પ૬ રહે. નવકેતન ફળીયુ દેસાઈવાડ), (૭) કોૈશાલ એચ શેઠ (ઉવ.૪પ રહે.ભાગ્યોદય સોસાયટી), (૮) પરેશ આ મોઢીયા (ઉવ.૪ર રહે.મંડાવ રોડ, શક્તિનગર), (૯) ફાતેમા એ સાયકલવાલા (ઉવ.ર૭ રહે. ગોદી રોડ), (૧૦) મકનીબેન પરમાર (ઉવ.૭૩ રહે. દાહોદ), (૧૧) વિશાલભાઈ સાલીયા (ઉવ.૩૦ કલ્યાણ સોસાયટી દાહોદ), (૧ર) યશ ડી લીમડીવાલા (ઉવ.રપ રહે. લક્ષ્મી નગર દાહોદ).ના 12 કેસો મળી કુલ 27 નવા દર્દીઓનો સમાવેશ થયો છે.
જોકે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત થયેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી તેઓના આસપાસના વિસ્તારોને કંટેઇન્મેન્ટ એરીયા તરીકે જાહેર કરી સૅનેટાઇઝ સહીતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે

 ઝાલોદ પંથકમાં કોરોનાનો ફેલાવો વધતા નગરજનો ચિંતિત:આરોગ્ય વિભાગ તેમજ પાલિકાની બેદરકારીના કારણે કોરોના સંક્રમણ વધવાનો ખતરો 

ઝાલોદમાં આજે કુલ ૬ જેટલા પોઝિટિવ કેસ આવ્યા હતા જેમાંથી ૪ તો લુહારવાડા વિસ્તારના જ આવતા સમગ્ર નગરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.તેમજ નગરજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.આ સાથે જ ઝાલોદમાં કુલ નોંધાયેલા દર્દીઓ પૈકી ૧૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ લુહારવાડામાંથી જ આવ્યા હોવા છતાં, આ વિસ્તારને કંટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી તેમજ ઝોનના પતરા પણ ગોઠવવામાં આવ્યા નથી જેના લીધે લુહારવાડા વિસ્તારમાં આગામી સમયમાં કોરોના સંક્રમણ વધવાની ભીતી સેવાઈ રહી છે.ત્યારે મુખ્ય બજારથી નજીક એવા આ વિસ્તારને રેડ ઝોન ઘોષિત કરી અને આ અંગે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આસ પાસના ગામડાઓઓ સુધી સંક્રમણ અટકી શકે તેમ છે.

error: Content is protected !!