ફતેપુરા તાલુકામાં વરસાદ ખેંચાતા શિવલિંગ ને પાણી મા ડુબાડ્યા,મહિલાઓએ પુરુષવેશ ધારણ કરી ધાડ પાડી, વરુણદેવને રીઝવવા માટે લોકો ભોલેનાથના શરણે,ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ફતેપુરા વિધાનસભા ના વિસ્તારને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા રજૂઆત કરી
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના ખેતીલાયક વરસાદ થયા પછી લોકો ખેતી કામમાં જોતરાઈ ગયા હતા.મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોએ ખેતી કરી હતી.ત્યાર બાદ વરસાદની રાહ જોતા જોતા આજ દિન સુધી વરસાદ ન વરસતા લોકો ભોલેનાથના શરણે ગયા હતાં.ફતેપુરાથી ત્રણ કિલોમીટર દૂર વડવાસ ગામમાં આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શંકર અને માતા પાર્વતીને પાણીma ડુબાડવામાં આવ્યા હતા.જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યા સુધી માતા પાર્વતી અને ભગવાન શંકરને પાણીમાં જ રાખવામાં આવશે.તો બીજી બાજુ ફતેપુરા તાલુકા ની આદિવાસી મહિલાઓ પુરુષ વેશ ધારણ કરીને ફતેપુરા નગરમાં ધાડ પાડવા નીકળી હતી.મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે.આ વર્ષે કોરોનાનો કહેર છે.ત્યારે બીજી તરફ વરસાદનો કહેર પણ જોવા મળતા જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે.ખેડૂતોએ અનેક આશા સાથે મોંઘા ભાવના બિયારણો લાવી ને ખેતરમાં મકાઇ ડાંગર તુવેર સોયાબિન કપાસ સહિત અન્ય પાક ની ખેતી કરી હતી વધતી જતી મોંઘવારીને લઈ ખેડૂતોએ ખેતરમાં ખેત મજૂરી ન બોલાવીને ખેડૂત પરિવાર ખેતીકામમાં જોતરાયા ગયા હતા.જાણે અહીંના ખેડૂતો પર મેઘરાજા રિસાયા હોય તેમ વરસાદ ખેંચાતા પાકને પાણીની તાતી જરૂર વચ્ચે સુકાઈ જવાની આરે હોવાની જગતનો તાત ચિંતિત થઈ ઊઠ્યો છે.મોંઘા ભાવના બિયારણો તેમજ મોંઘા ભાવનું ખાતર લાવી ખેડૂતે પોતાના ખેતરમાં ખેતી કરી છે ત્યારે વરસાદ ખેંચાતા મોંઘા ભાવના બિયારણો અને ખાતર નષ્ટ થયા છે.જ્યારે આ વિસ્તારમાં કેનાલની સુવિધા ના હોવાથી સિંચાઈનો કોઈ જ માધ્યમ ન હોવાથી તથા અમુક કૂવા પાણી વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે.જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોની અને આશા પર પાણી ફરી વળે તો નવાઈ નહીં અહીંના ખેડૂતો કુદરત સામે લાચાર થયા છે ત્યારે વરસાદ મન મૂકીને વરસે તેવી વરુણદેવને જગતનો તાત આજીજી કરી રહ્યો છે.તો બીજી તરફ ફતેપુરા ના 129 ના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ પણ સરકારમાં ફતેપુરા તાલુકાને અસરગ્રસ્ત તાલુકો જાહેર કરી અને ખેડૂતોને સહાય કરે તેવી રજૂઆત સરકારને કરી હતી.