Tuesday, 30/04/2024
Dark Mode

દે. બારિયામાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ :સ્થાનિક વહીવટીતંત્ર શોશ્યલ ડિસ્ટન્સની ચુસ્તપણે અમલવારીમાં સદંતર નિષ્ફ્ળ નીવડ્યું

દે. બારિયામાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ :સ્થાનિક વહીવટીતંત્ર શોશ્યલ ડિસ્ટન્સની ચુસ્તપણે અમલવારીમાં સદંતર નિષ્ફ્ળ નીવડ્યું

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા નગરમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડયા,નગરમાં મોટી સંખ્યામાં લોકોની લાંબી કતારો, જિલ્લા કલેક્ટરનો જાહેરનામાનો છેડેચોક ભંગ થઇ રહ્યો છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર શોશ્યલ ડિસ્ટન્સની અમલવારીમાં સદંતર નિષ્ફળ નીવડ્યું, જિલ્લા કલેકટરશ્રી કોરોના વાઈરસને રોકવા માટે સતત પ્રયત્નશીલ  ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર શોભાના ગાંઠીયા સમાન,નાના વેપારીઓને સમય થતાં ફટાફટ બંધ કરવામાં કહેવામાં આવે છે મોટા વેપારીઓ માટે વ્હાલા દવલાની નીતિ, નગરમાં સ્થાનિક વહીવટીતંત્રની બેવડી નીતી સામે લોકોમાં રોષની લાગણી

દે.બારીયા તા.28

કોરોના વાઈરસને લઇ મહામારી ઊભી થવા પામી છે. ત્યારે આ વાઈરસના સંક્રમણ વધતા તેને અટકાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ સંક્રમણને લઇ દેશ-રાજ્ય સરકાર તેમજ જિલ્લા કલેકટર દ્વારા પણ એકથી વધુ લોકો એકત્ર ભેગા ન થવા અને શોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સહિતનું એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામાંની અમલવારી પણ કેટલાક સ્થાનિક લોકો કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ કરતા દેખાય છે. ત્યારે દાહોદ જિલ્લા કલેકટરશ્રીના આ જાહેરનામાની દેવગઢબારીયા નગરમાં ક્યાંક કોઈ અસર જોવાતી ના હોઈ તેમ લોકો બાઈક અને ફોર વ્હીલર લઈ નગરમાં ફરતા એકથી વધુ લોકો સાથે ફરે છે. તેમજ બેન્કો અને કરિયાણા, મેડિકલની દુકાનો પર શોસ્યલ ડિસ્ટન્સ જેવું પણ ક્યાંય નગરમાં જોવા મળતું નથી. ત્યારે વહીવટી તંત્ર લોકોને યોગ્ય સંદેશો આપવામાં નિષ્ફળ નિવડતા સંક્રમણના ભયવાળી સ્થિતિ સર્જાઈ રહી  છે. જિલ્લા કલેકટર શ્રીના જાહેરનામાંનો ખુલ્લે આમ ભંગ થતો હોય તેમ દેખાતું હોવા છતાં પણ આ સ્થાનિક અધિકારીઓ આખ આડા કાન કરતા નજરે પડી રહ્યા  છે.નાના શાકભાજીના વેપારીઓ સામે તંત્ર જોર અજમાવે છે મોટા વેપારીઓ ને નજર અંદાજ કરવામાં છે.મોટા વેપારીઓ માટે વ્હાલા દવલાની નીતિ, નગરમાં સ્થાનિક વહીવટીતંત્રની બેવડી નીતી સામે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.ત્યારે જિલ્લા કક્ષાએથી આ મામલે ગંભીરતાથી રસ લઇ લોકોના હિત અને સુખાકારીને ધ્યાને લઇ ઘટતું કરે તેવી લોકોની લાગણી તેમજ માંગણી છે

error: Content is protected !!