Monday, 09/09/2024
Dark Mode

દેવગઢ બારિયાના આંકલીમાં ખેતરમાં બકરા માટે ચારો લેવા ગયેલી મહિલા ઉપર રીંછનો હુમલો

દેવગઢ બારિયાના આંકલીમાં ખેતરમાં  બકરા માટે ચારો લેવા ગયેલી મહિલા ઉપર  રીંછનો  હુમલો

નરવતસિંહ પટેલીયા @ દેવગઢ બારીયા

દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામે ખેતરમા બકરા માટે ચારો લેવા ગયેલી મહિલા ઉપર રીંછનો હુમલો, રીછના હુમલામાં મહિલા ને માથાના ભાગે ગંભીર ઇજા, મહિલાને વધુ સારવાર અર્થે ગોધરા ખસેડાઈ

દાહોદ તા.10

દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામે બકરા માટે ચારો લેવા ગયેલી મહિલા ઉપર રીંછે હુમલો કરતા મહિલાને ગંભીર ઇજા વધુ સારવાર અર્થે ગોધરા ખસેડાય
દેવગઢ બારિયા તાલુકાના આકલી ગામે મોટા ફળિયામાં રહેતી કુસુમબેન રણજીતભાઈ રાઠવા સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પોતાના સર્વે નંબર વાળા ખેતરમાં બકરા માટે ચારો લેવા ગઈ હતી તે વખતે જંગલ તરફથી આવેલા એક વન્યપ્રાણી રીછે ચારો લેવા આવેલી કુસુમબેન રાઠવા ઉપર અચાનક જ હુમલો કરી દેતા તેના શરીરના ભાગે તેમજ માથાના પાછળના ભાગે બચકું ભરી તેમજ પંજા ઓ થી ઈજાઓ પહોંચાડ તા કુસુમબેન ગભરાઈ ગયેલી અને તેને બૂમો પાડતા આસપાસના ગ્રામજનો તેમજ પરિવારજનો દોડી આવતા રીછ ત્યાંથી ભાગી ગયેલ અને રીછ ના હુમલામાં થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કુસુમબેન લોહીલુહાણ થઈ ગયેલ તેને પરિવારજનોએ તાત્કાલિક દેવગઢ બારીયા સરકારી દવાખાનામાં સારવાર અર્થે આવેલા જ્યાં તેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોય જેથી વધુ સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હાલમાં તે ગોધરા સારવાર હેઠળ છે ત્યારે આ બનાવની જાણ સ્થાનિક ફોરેસ્ટ વિભાગને કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવી બનાવની તપાસ કરેલી અને ઈજાગ્રસ્ત મહિલાની પણ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તસવીર.. દેવગઢ બારિયા તાલુકાના આકલી ગામે મહિલા ઉપર રીછે હુમલો કરતાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત જે સારવાર હેઠળ દૃશ્યમાન થાય છે. 

error: Content is protected !!