Thursday, 16/01/2025
Dark Mode

દેવગઢબારીઆ નગરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન “કરુણા અભિયાન” અંતર્ગત 5 ઘાયલ પક્ષીઓની સારવાર કરી મુક્ત કરવામાં આવ્યા

દેવગઢબારીઆ નગરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન “કરુણા અભિયાન” અંતર્ગત 5 ઘાયલ પક્ષીઓની સારવાર કરી મુક્ત કરવામાં આવ્યા

મઝહર અલી મકરાણી @ દેવગઢ બારીઆ 

 દેવગઢ બારીઆ નગરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત 5 ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.5 પક્ષીઓને સારવાર બાદ મુક્ત કરાયા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણે રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન ચાલવવામાં આવેલા કરુણા અભિયાનને પરિણામે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં પતંગના દોરથી ઘાયલ 5 પક્ષીઓને નવજીવન મળ્યું છે. ઉક્ત અભિયાનની વિગતો આપતા બારીઆ વન વિભાગના બારીઆ રેંજનાં આર.એફ.ઓ શ્રી આર.
એમ પુરોહિત કહ્યું કે, દેવગઢબારિયા નગરના એસોન ગ્રુપ સહિતની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ પ્રકારની કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલી આ પક્ષીઓને લઇ સારવાર કરવામાં આવી હતી.
ઉત્તરાયણના દિવસે દેવગઢબારીઆ નગર કુલ 5 પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના શાંતિના દૂત ગણાતા (4) કબુતર અને (1) સમડી નો સામવેશ થાય છે. આ પક્ષીઓ તુરંત સારવાર આપવામાં આવી હતી. જે પૈકી 5એ પક્ષીઓને આકાશમાં છોડી મૂકવામાં આવ્યા છે. આ અભિયાનમાં પશુપાલન વિભાગના તબીબોનો સહયોગ અમૂલ્ય રહ્યો હતો.

error: Content is protected !!