Thursday, 26/12/2024
Dark Mode

કોરોના સામે જંગ…સંતરામપુરના લોકોમાં કોરોના વાયરસ અંગે જાણકારીનો અભાવ: વહીવટીતંત્રના પ્રયાસો છતાં નગરજનો ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવામાં સદંતર નિષ્ફળ

કોરોના સામે જંગ…સંતરામપુરના લોકોમાં કોરોના વાયરસ અંગે જાણકારીનો અભાવ: વહીવટીતંત્રના પ્રયાસો છતાં નગરજનો ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવામાં સદંતર નિષ્ફળ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરના જનતા માનવા તૈયાર જ નથી, આખરે સરકારી તંત્રના અથાગ પ્રયત્નોની વચ્ચે સંતરામપુર નગરમાં ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ મેઈન્ટેઈનનું પાલન કરવામાં સદંતર નિષ્ફળ

સંતરામપુર તા.28

સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ નો કોહરામ મચાવી દીધો છે માત્ર ભારત જ નહીં નાના મોટા ભાગના દેશો પણ કોરોનાવાયરસ સામે લડી રહ્યા છીએ.ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યું છે.આ એક પ્રકારનો કરફ્યુ જ કહેવાય અને ચુસ્ત રીતે અમલ કરવાની જરૂર છે.જેથી કરીને કોરોનાવાયરસ સામે તેનો પડઘો પાડી શકે આના માટે સંપૂર્ણ સરકારી તંત્ર સતત તેની પાછળ મહેનત અને કામગીરી કરી રહી છે તંત્ર પણ તેની સામે કાયદાનું પાલન કરવાનું આદેશ કર્યા પછી પણ સંતરામપુર નગરની જનતા સહકાર આપવા બદલે કાયદાનો ભંગ કરી રહી છે.સવારના 9 થી ૧૧ સુધીનું છૂટી આપવામાં આવી હતી કે કે દરેક વ્યક્તિ પોતાની જીવન જ વસ્તુ અનાજ દૂધ મેડીકલ કિરણા શાકભાજી બજારોમાંથી ખરીદી શકે સંતરામપુર નગરની જનતા બજારોની અંદર બેકાબૂ જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સના બદલે ટોળાઓ ભેગા થયેલા છે જોવા મળેલા છે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર મામલતદાર તમામ સરકારી તંત્ર સોસીયલ ડિસ્ટન્સ નો અમલ કરવા માટે વારંવાર કહેવામાં આવે છે. આના ઉપયોગથી કોરોના વાયરસથી એકબીજાથી અડવાનું નહિ અને થોડા અંતર થી દુર રહેવાની જણાવેલ છે તેમ છતાંય સંતરામપુર નગરના પ્રજા હજુ મજાક સમજે છે સંતરામપુર નગરના શાકમાર્કેટ બસ ચાર રસ્તા વિસ્તારોની અંદર ટોળાંને ટોળાં ભેગા થયેલા જોવા મળેલા છે. આ મેડિકલ સ્ટોર આગળ ટીના સ્ટોર આગળ દોરવામાં આવેલા સર્કલની એસી તેસી કરી મૂકેલી છે. પાલિકા સરકારી તંત્ર અને પોલીસ કાયદાની અમલવારી કરવામાં આવે હવે જરૂરી બન્યું છે.

error: Content is protected !!