Friday, 28/03/2025
Dark Mode

દાહોદ રેલવેસ્ટેશન નજીક દેવદૂત બની પહોંચ્યું “દાહોદ લાઈવ”,ત્રણેય બાળકોની આપવીતી સાંભળી કલેક્ટરને જાણ કરી:ત્રણેયને સહીસલામત “બાળ ચિલ્ડ્રન હોમ”માં મોકલાયા

દાહોદ રેલવેસ્ટેશન નજીક દેવદૂત બની પહોંચ્યું “દાહોદ લાઈવ”,ત્રણેય બાળકોની આપવીતી સાંભળી કલેક્ટરને જાણ કરી:ત્રણેયને સહીસલામત  “બાળ ચિલ્ડ્રન હોમ”માં મોકલાયા

  રાજેન્દ્ર શર્મા @ દાહોદ

માતાપિતાનું છત્ર ગુમાવી અનાથ બનેલા ત્રણ માસુમો કાકાના અત્યાચારથી દાહોદ નાસી આવ્યા,દાહોદ રેલવેસ્ટેશન નજીક દેવદૂત બની પહોંચેલા “દાહોદ લાઈવ”ના પત્રકાર ડો.ભાવેશ રાઠોડ, અને નીલ ડોડીયારે ત્રણેય બાળકોની આપવીતી સાંભળી કલેક્ટરશ્રી વિજય ખરાડીને જાણ કરી, કલેક્ટરશ્રીના આદેશોનુસાર ટાઉન પીઆઇ વસંત પટેલે ઝાયડસ હોસ્પિટલ ખાતે લઇ જઈ મેડિકલ ચેકઅપ કરાવી ત્રણેયને સહીસલામત “બાળ ચિલ્ડ્રન હોમ”માં મોકલાયા

દાહોદ તા.28

એક તરફ કોરોના નો ભય અને બીજી તરફ કોરોના રૂપી કાકાના અત્યાચારનો ભોગ બનેલ રાજસ્થાનના ત્રણ કિશોરો લોકડાઉન દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યા છે.અને અત્રેના દાહોદ ખાતે આવી છેલ્લા બે દિવસથી રેલવે સ્ટેશન વિસ્તારના એક ઓટલા ઉપર જીવન ગુજારતા હતા.ત્યારે આ ત્રણેય અનાથ બાળકો માટે દેવદૂત બનીને આવેલા “દાહોદ લાઈવ” ના પત્રકારોના ધ્યાને આવતા વહીવટી તંત્રને જાણ કરાતા તમામ બાળકોને અત્રેના બાળ રીમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલ છે રાજસ્થાનથી આવેલા ત્રણ અનાથ બાળકોને સામાન્ય પૂછપરછમાં ચોંકાવનારી હકિકતો બહાર આવવા પામી છે જોકે પોતે અલગ હોવાનું જણાવતાં બાળકો દ્વારા જે વિગતો આપવાની છે તે સંપૂર્ણ સાચી કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે ક્યારે માતા-પિતા વિહોણા આ અનાથ બાળકોને વહીવટી તંત્રની મદદથી સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.

એક તરફ કોરોના સંક્રમણના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.તેવા સમયે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કાલિંજરા ના રહેવાસી અને માં-બાપનું છત્ર ગુમાવી બેસેલા આશરે 5 થી 8 વર્ષની ઉમરના વિક્રમ,કિરણ, પાયલ નામક ત્રણ અનાથ બાળકોના માતા પિતાના મૃત્યુ બાદ કાકા દ્વારા મારઝૂડ કરતા કોરોનારૂપી  કાકાના અત્યાચારનો ભોગ બનેલ ત્રણેય અનાથ બાળકો લોકડાઉન દરમિયાન રાજસ્થાન ના બાંસવાડા જિલ્લાના કાલિંજરાથી બે દિવસ અગાઉ દાહોદ ભાગી આવ્યા હતા.અને શહેરના રેલવે સ્ટેશન મુસાફરખાના પાસે આવી રહેતા આસપાસના ભિક્ષુક સાથેના બાળકો હશે તેમ માની સ્થાનિકો ખાવા પીવાનું આપી રહેતા ત્રણેય અનાથ બાળકો બે દિવસથી અત્રે રોકાઈ ગયા હતા. ત્યારબાદ આજરોજ “દાહોદ લાઈવ”ના પત્રકાર ડો.ભાવેશ રાઠોડ અને નીલ ડોડીયારની નજર આ બાળકો પર પડતા તેણે બાળકોને સાંત્વના આપી પુછપરછ કરતા બાળકોએ પોતાની સાથે થયેલ અત્યાચાર વિશે જણાવતા એક પણ માટે બન્ને પત્રકારોનું પણ કાળજું કાપી ગયું હતું.ત્યારબાદ ડો.ભાવેશ રાઠોડે તાત્કાલિક કલેક્ટરશ્રી વિજય ખરાડીનો સંપર્ક કરી ઉપરોક્ત બાળકો બાબતે જણાવતા કલેક્ટરશ્રી વિજય ખરાડીએ એક પળનો વિલંબ કર્યા વગર બાળ ચિલ્ડ્રન હોમનો સંપર્ક કરી તેમજ ટાઉન પીઆઇ વસંત પટેલને ઉપરોક્ત બાળકો વિશે વાત કરી જરૂરી નિર્દેશો આપતાં ટાઉન પીઆઇ વસંત પટેલે તાત્કાલિક ભાવેશ રાઠોડ અને નીલ ડોડીયારનો સંપર્ક કરી બાળકોનો કબ્જો લઇ ટાઉન પોલિસ મથકે લઇ આવ્યા હતા.ત્યારબાદ ટાઉન પી.આઈ.વસંત પટેલે પ્રથમ બાળકોને સાંત્વના આપી ખાવા પીવાનું આપી તેમના વિશે જાણકારી લઇ તરત ઝાયડસ હોસ્પિટલ ખાતે લઇ જઈ ત્રણેય અનાથ બાળકોના મેડિકલ ચેકઅપ કરાવી ત્રણેય પૈકી વિક્રમને બાળ ચિલ્ડ્રન હોમમાં તેમજ  કિરણ અને પાયલને સખી વન સ્ટોપ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

આમ, વહીવટીતંત્ર, પોલિસતંત્ર તેમજ “દાહોદ લાઈવ”ના સનિષ્ઠ પ્રયાસોથી માતા પિતાનું છત્ર ગુમાવી બેઠેલા અને કોરોના રૂપી કાકાના અત્યાચારનો ભોગ બનેલા ત્રણેય અનાથ બાળકોને તેમના નવા ઘર બાળ ચિલ્ડ્રન હોમ, તેમજ સખી વન સ્ટોપ ખાતે મોકલાયા હતા.

error: Content is protected !!