બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા માં પી.એમ વિશ્વકર્મા યોજના તાલીમાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરાયું.*
*વિશ્વકર્મા યોજના લાભાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે મદદરૂપ થશે:ધારાસભ્ય રમેશભાઈ કટારા*
સુખસર,તા.20
ફતેપુરામાં માર્કેટયાર્ડ હોલ ખાતે આજરોજ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને પી.એમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓના સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
સરકાર દ્વારા પી.એમ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.અને તે અંતર્ગત ફતેપુરામાં 60 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.જે તમામને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં રાખવામા આવેલ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
ત્યારે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પી.એમ વિશ્વકર્મા યોજના નાના માણસો માટે ખૂબ જ ઉપયોગી છે,અને વિવિધ ટ્રેડમાં તાલીમ લઈને તાલીમાર્થીએ પરીક્ષા આપવાની હોય છે.આ તાલીમ માટે સરકાર તરફથી 4000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.ત્યાર બાદ વ્યવસાય માટે જરૂરી કીટ અને રૂપિયા એક લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે.અને સમયાંતરે વધુમાં વધુ 6 લાખ સુધીની લોન લાભાર્થીને મળી શકે છે.જે ભવિષ્યમાં લાભાર્થીને આત્મનિર્ભર બનવા માટે મદદરૂપ બનશે તેવું જણાવ્યું હતું.આ કાર્યક્ર્મમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર,તાલુકાના કાર્યકર્તા ટીનાભાઈ પારગી, કચરુભાઈ પ્રજાપતિ,મિતેશભાઈ દરજી,પ્રિતેશ પંચાલ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.