Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં જવેલર્સની દુકાનને નિશાન બનાવી હજારો રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરતા તસ્કરો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસ તપાસમાં જોતરાઈ

દાહોદમાં જવેલર્સની દુકાનને નિશાન બનાવી હજારો રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરતા તસ્કરો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસ તપાસમાં જોતરાઈ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે મધરાત્રે શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં 2 વાગ્યાની આસપાસ ચોરી કરવા આવેલા અજાણ્યા તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી આશરે 2 કલાક સુધી દુકાનમાં રોકાઈ સમગ્ર ઘટનાને બિન્દાસ્તપણે અંજામ આપી રફુચક્કર થઇ જવામાં સફળ રહ્યા. 

દાહોદ તા..09
દાહોદ શહેરના સતત ટ્રાફિક થી ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક સોના ચાંદીની દુકાનને ગતરાત્રે બે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનની શટરને તોડી દુકાનમાંથી ચાંદીના દાગીના, ચાંદીની ભગવાનની મૂર્તિઓ રોકડ રકમ મળી આશરે 35 થી 40 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી રફુચક્કર થઇ ગયા હતા જોકે ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ થઇ જવા પામી છે ત્યારે ઉપરોક્ત ઘટના સંબંધી જાણકારી દાહોદ શહેર પોલીસને થતા પોલીસે ઘાતસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કાર્યનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ચકલીયા રોડ લક્ષ્મીમિલ રોડ ખાતેના રહેવાસીની દાહોદ શહેરના સ્ટેશનરોડ ખાતે આવેલ ગુરુકૃપા જવેલર્સની દુકાનમાં ગતરાત્રે 2:30 ના સમયગાળા દરમિયાન ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકેલા બે અજાણ્યા તસ્કરોએ દુકાનના બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર સેલોટેપ વડે કાગળ ચોંટાડી તેમજ અન્ય બે કેમેરા ફેરવી દુકાની શટર તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો.અને દુકાનમાં મુકેલ ચાંદીની 35 જેટલી અંગૂઠીઓ, ચાંદીની ભગવાનની મૂર્તિઓ, તેમજ દુકાનના ગલ્લામાં પડેલ 2000 રૂપિયાની રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.જોકે ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ થઇ જવા પામી છે ત્યારે ઉપરોક્ત ઘટના સંબંધી જાણકારી દાહોદ શહેર પોલીસને થતા પોલીસે ઘાતસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન
કર્યા છે.

error: Content is protected !!