Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર પોસ્ટ ઓફિસમાં યાંત્રિક ઉપકરણ બળી જતા કામગીરી ઠપ

સંતરામપુર પોસ્ટ ઓફિસમાં યાંત્રિક ઉપકરણ બળી જતા કામગીરી ઠપ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.11

સંતરામપુર પોસ્ટ ઓફિસમાં રાઉટર બળી જતા કામગીરી ઠપ છેલ્લા બે દિવસથી સંતરામપુર પોસ્ટ ઓફિસમાં કામગીરી દરમિયાન માં રાઉટર બળી જવાથી પોસ્ટ ઓફિસમાં તમામ કામગીરી ઠપ્પ થઈ ગયેલી છે અને આનાથી ચાલતા તમામ કોમ્પ્યુટર પણ બંધ થઈ ગયેલા છે પોસ્ટ ઓફિસમાં છેલ્લા બે દિવસથી આ રીતની કામગીરી ઠપ થઈ ગયા તા સંખ્યાબંધ ખાતેદારો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બચત ખાતુના ગ્રાહકો અન્ય કામગીરી માટે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા સંખ્યાબંધ ખાતેદારો કામગીરી ના થતા પાછા ફરતા હોય છે આ સંતરામપુર પોસ્ટ ઓફિસમાં વર્ષમાં કેટલીકવાર આ રીતની કામગીરી થતી હોય છે કેટલીકવાર તો કનેક્ટિવિટી કરવાથી હોય છે કેટલીકવાર પ્રિન્ટ મશીન બગડતું હોય છે અવાર નવાર આ પોસ્ટ ઓફિસમાં કઇ કામગીરીમાં ખોટવાઇ જોવા મળતી હોય છે આના કારણે સંખ્યાબંધ લોકોને હાલાકી ભોગવવાનો મારો આવેલો છે. 

error: Content is protected !!