Friday, 18/10/2024
Dark Mode

દે.બારીયામાં વધતું જતું કોરોનાનું સંક્રમણ:સ્થાનિક તંત્રની વ્હાલા દવલાની નીતિથી નગરમાં કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત

દે.બારીયામાં વધતું જતું કોરોનાનું સંક્રમણ:સ્થાનિક તંત્રની વ્હાલા દવલાની નીતિથી નગરમાં કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત

  મઝહર અલી મકરાણી @ દાહોદ 

દેવગઢબારિયા નગરમાં વધતા જતુ કોરોનાનું સંક્રમણ સ્થાનિક સંક્રમણ હવે જોર પકડતું હોઈ તેમ સ્થાનિકતંત્રની વ્હાલા દવલાની નીતિ નગરમાં નગરજનો માટે કોરોના સંક્રમણ વધુ ફેલાવવાની દહેશત.દે.બારીયામાં વધતું જતું કોરોનાનું સંક્રમણ:સ્થાનિક તંત્રની વ્હાલા દવલાની નીતિથી નગરમાં કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત દેવગઢબારિયા નગરમાં વધતું જતું કોરોનાની સંખ્યા,નગરમાં દિન પ્રતિદિન વધતા જતા સ્થાનિક તંત્રની વહાલા-દવલાની નીતિ.

દે.બારીઆ :- તા.09

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં પણ દિન પ્રતિદિન વધતા જતા કોરોનાનું સંક્રમણ. હાલમાં દેશ-દુનિયામાં કોરોનાની મહામારી ઊભી થવા પામી છે ત્યારે આ મહામારી દેવગઢબારિયા નગરમાં પણ એક પછી એક એમ દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આ સંક્રમણના લીધે કેસો પણ વધવા લાગ્યા છે. ત્યારે નગરની મધ્યમાં આવેલ બુટાલા હોસ્પિટલમાં નોકરી કરતા બે કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે આ હોસ્પિટલમાં અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લીધી હોવાથી આ સંક્રમણ ફેલાઈ રહ્યું છે.ત્યારે હાલમાં હોસ્પિટલના બે કર્મીઓ સંક્રમિત થતા આ હોસ્પીટલ સિવાય અન્ય બાળકોની તેમજ ઓર્થોપેડિક હોસ્પિટલ સહિત આસપાસનો વિસ્તારમાં પણ કેટલીક દુકાનો આવેલી છે. ત્યારે તંત્ર દ્વારા હોસ્પિટલની બાજુમાં અગાઉ પાલિકા ઉપપ્રમુખને કોરોના પોઝિટિવ આવતા પતરા મારવામાં તંત્ર દ્વારા ક્યાંક વ્હાલા દવલાની નીતિ અપનાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા જો પતરા મારવામાં અને કન્ટેન્મેન્ટ ઝોન એરિયા જાહેર કરવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાશે તો આ કોરોનાનું સંક્રમણ નગરમાં વધુને વધુ ફેલાય તેમ છે. ત્યારે આ બાબતે ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરી સ્થાનિક તંત્રની કામગીરી તપાસી યોગ્ય રીતે કરવામાં આવે છે ખરું ? તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!