કડાણા ડેમ સ્ટાફ ક્વાટર્સમાં બહારના વ્યક્તિઓ વસવાટ કરતા હોવાની બૂમો….
દાહોદ તા. ૧૫
કડાણા ડેમ બાંધવાના સમયે કર્મચારીઓને રહેવા માટે સંતરામપુરમાં સરકારી કોટર્સો બનાવવામાં આવેલા હતા તેના હેતુથી અત્યારે આ કોટર્સોનો થઈ રહેલો દૂર ઉપયોગ અધર વ્યક્તિઓ આ કોટર્સમાં વસી રહેલા છે સંતરામપુર એસપી હાઈ સ્કૂલના મેદાનમાં કડાણા ડેમ બાંધવા માટે આ ખુલ્લા મેદાનમાં કોટરો બનાવીને કર્મચારીને લઈ જવા માટે લાવવા માટે બાંધવામાં આવેલા હતા ડેમ બન્યા પછી આશરે ઇસ એક વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતુ આ કોટર્સમાં પુનઃ વસવાટના કે કડાણા જળાશયના એક પણ કર્મચારી અહીંયા રહેતા જ નથી જુના કર્મચારીઓ નામ પર એકબીજાનો નામ ઉપયોગ કરીનેકોટર્સ સરકારી મિલકતનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે સીટી સર્વેના રેકોર્ડ મુજબ અને રેકોર્ડમાં શ્રી સરકાર અને ખુલ્લુ મેદાન પણ હજુ સુધી બતાવે છે તેમ છતાં અત્યારે આ બાંધકામ કરેલા કોટર્સમાં કયા કયા વ્યક્તિ રહે છે અને કયા ખાતામાંથી અત્યાર સુધી જાણવા મોડેલ નથી અને આનું ભાડું કોણ ઉઘરાવે છે તે ખરેખર તપાસનો પણ વિષય બન્યો છે નગરપાલિકા દ્વારા પણ આવા સમયમાં અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી પાણી વીરો સુવિધા કઈ રીતે પૂરી પાડે તે મહત્વનો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે પુનઃ વસવાટના અગાઉ પણ અધિકારી દ્વારા આ જગ્યા ક્વ ખુલ્લી કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી તેમ છતાં અત્યાર સુધી નગરપાલિકા પુનઃ વસવાટ અને અન્ય સરકારી તંત્ર બેદરકારીના કારણે સરકારી મિલકતોનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે ખરેખર હવે તપાસનો વિષય બન્યો છે જ્યારે બીજી બાજુ અહીંયા રહેણાંક કરતા કેટલાક વ્યક્તિઓ ખાનગી બિઝનેસ કરતા હોય છે ખાનગી જોબ કરતા હોય છે વર્ષોથી એક જ વ્યક્તિના નામ પર એક બીજા નામ ઉપર ફાળવેલા ક્વોટરનો ઉપયોગ કરી રહેલા છીએ તે ખરેખર ગેરકદેસર ગણાતું હોય છે.
——————————————