રાજેશ વસાવે :- દાહોદ
સરકારી પડતર જમીનમાં ડેવલોપર તેમજ દલાલો દ્વારા છેતરાયેલા મિલકતધારકોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી..
દાહોદના રળીયાતી સાંગામાં બીજા દિવસે માપણીની સાથે નોટિસોનો દોર:મિલકતધારકો તંત્રના શરણે.!!
દિવાળી ટાણે બુલડોઝર ચાલશે તો કેટલાય વેપારીઓ બરબાદ થવાની કગાર પર.
દાહોદ તા. 17
દાહોદમાં બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં વહીવટી તંત્રની નિયુક્ત કરેલી ટીમો દ્વારા હાથ ધરાયેલી તપાસોના ધમધમાટ તેમજ શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ તપાસણીની સાથે ફરિયાદો દાખલ થવાની આશંકાઓ વચ્ચે ગઈકાલે મામલતદાર ડીએલઆર, ડી.આઇ.એલ.આર ની ટીમો દ્વારા દાહોદ તાલુકાના રળીયાતી સાંગાથી નાની ખરજના સીમાડા સુધી હાઇવે ને અડીને આવેલા સરકારી ચોપડે નોંધાયેલા રેવન્યુ સર્વે નંબર 1,003 માં થયેલ દબાણોમાં માપણીની સાથે ડીમારગેશનની કામગીરી કર્યા બાદ બીજા દિવસે તંત્ર દ્વારા જે તે દબાણકર્તાઓને દિન સાતમાં દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા 61 ડી મુજબની નોટિસો ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ ઉપરોક્ત સરકારી પડતર જમીનમાં દબાણકર્તાઓ દ્વારા પોલીસ અધિક્ષક, કલેકટર પાસે પોતે છેતરાયા હોવાની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારબાદ ઉપરોક્ત દબાણકર્તાઓ દ્વારા આખરે દાહોદ મામલતદાર સમક્ષ વેદનાઓ સાથે પોતે નિર્દોષ પણે છેતરાયા હોવાની વેદનાઓ સાથે દિવાળી સામે દબાણો અંગે રાહત આપવા તેમજ હવે અમે શું કરીએ યોગ્ય માર્ગદર્શન આપો તેવી માંગણીઓ કરતા નજરે પડ્યા હતા.
દાહોદ ગરબાડા રાજપુર હાઇવે ઉપર સાંગા ફળિયા થી નાનીખરજ સીમાડા સુધી સરકારી પડતર જમીનને ખાનગી જમીનમાં ભેળવી ખાનગી જમીન ના નામે દસ્તાવેજો કરી આપી મસ્ત મોટા એમ્પાયરો ઉભા કરનાર ડેવલપર બિલ્ડર અને જમીનધારકો સામે ભારે આક્રોશ ફેલાવવા પામ્યો છે પોતે છેતરાય હોવાની લાગણી ધરાવતા મધ્યમ વર્ગના વેપારીઓએ દુકાનો અને ગોડાઉન લેવા પોતાની જિંદગીની મહામૂલી મૂડી સહિત સર્વસ્વ હોમી દીધું હતું
દાહોદમાં આવેલા નકલી એને સહિત વિવિધ પ્રકારની ગેરરીતી ના જમીન કૌભાંડ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચા ની એરણે છે તેવા સમયે હિંડોળ રોડ ઉપર ગઈકાલે સફાળા જાગેલા દ્વારા સરકારી પડતર જમીનની માપણી કરી અને ઉભા થયેલા એમ્પાયરો પર ડીમાર્કેશનની કામગીરી કરી હતી અને જેથી સમગ્ર શહેરભરમાં ગળભળાત મચી જવા પામ્યો હતો તો દુકાન ધારકો અને ગોડાઉન ધારકો સહિતના કેટલાય કુટુંબો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં આવી જવા પામ્યા હતા. નિરાશા ભર્યા વાતાવરણ અને અસરૂભીની આંખે પોતાની વેદના અને કથની રજૂ કરતા વેપારીઓએ આજે તંત્રને આવેદનપત્ર આપી આજીજી વ્યક્ત કરી હતી તો ગઈકાલે બીમારીકેશન થયેલી અને અધૂરી રહેલી સર્વેની કામગીરી આજે તંત્ર એ આગળ ધપાવી હતી એટલું જ નહીં કલમ 61 મુજબ આજે તંત્ર એ તમામ દબાણ કરતા હોને પોતાનું દબાણ બિન સાતમાં ખાલી કરવાની નોટિસ આપતા ભારે ગમગીની ભરી વાતાવરણ ફેલાવવા પામ્યું છે
જે તે વેપારીઓએ જેની પાસે જમીન ખરીદી હતી અને જેઓને બિનખેતીના હુકમો અને સીટીમાં પડેલી નોંધ સાથેના કાગળો આપવામાં આવ્યા હતા એટલે પોતે છેતરાય હોવાની અનુભૂતિ થવા પામી હતી આ સમગ્રમાં કયા કયા સરકારી અધિકારીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ હાથ ધરાય અને તેઓ સામે પણ પગલાં લેવાય તેવી લાગણી અને માંગણી પણ આવે કાર્યોમાં જોવા મળી હતી જોકે હાલ આ સમગ્ર કૌભાંડ અંગે ધરે ધરે ની ચર્ચાઓ જન્મવા પામી છે ત્યારે સંબંધિત તંત્ર અને સહકાર હવે આવે પરિયો પ્રત્યે કેવું અને કયા પ્રકારનું રૂપ અપનાવે છે તે જોઈ રહ્યો હાલ તો સમગ્ર દાહોદ શહેરની દિવાળી ખાટી થઈ જવા પામી હોવાની અનુભૂતિ થવા પામી છે
દાહોદનું આ જમીન કૌભાંડ હવે કઈ દિશા તરફ આગળ વધશે તે હાલ કેવું મુશ્કેલ છે એક તરફ વહીવટી તંત્ર ફોજદારી કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે ડિમોલેશન પાર્ક ટુ પણ હાથ ધરાય તેવી વકી છે તેવા સમયે સમગ્ર દાહોદ ગમગીની ભર્યા વાતાવરણમાં આવી જવા પામ્યું છે ગુનેગારોને સજા થાય અને નિર્દોષોને ન દંડાય અને તેઓને જરૂરી કાર્યવાહી કરી કાયદેસરતા અપાય એવી માંગણી પણ સર્વ દિશા થી ઊઠવા પામી છે ત્યારે સરકારશ્રી રેમ દ્રષ્ટિ રાખે તે હાલના પ્રવર્તમાન સંજોગોમાં ઈચ્છનીય લાગી રહ્યું છે
*મિલકત ધારકોની રજૂઆતો,સરકારી હુકમો કરનાર તેમજ રેવેનો સાથે જોડાયેલા તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગો.*
મિલકત ધારકોના જણાવ્યા અનુસાર તેઓ 15 વર્ષથી આ મિલકતોનો ભોગવટો કરી રહ્યા છે.જેતે ડેવલોપર બિલ્ડર તેમજ દલાલો દ્વારા રેવેન્યુ સર્વે નંબર 376/1/1/4 વાળી જમીનમાં તેઓને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. વર્ષોથી અહીંયા કોમર્શિયલ મિલકતોની બાંધકામ થયું છે. તો આ મામલે અત્યાર સુધીમાં રેવેન્યુ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા જવાબદારો દ્વારા જે તે સમયે કાર્યવાહી કેમ હાથ ધરવામાં ન આવી. સરકારી હુકમો તેમજ વેચાણ દસ્તાવેજો ના આધારે તેઓએ મિલકતો ખરીદી હોવાનું જણાવ્યું હતું. આ દસ્તાવેજો અને હુકમો નકલી હોય તો આટલા વર્ષોથી તંત્ર કેમ ચૂપ હતો. પેટ્રોલ નહીં જે તે સરકારી હુકમો તેમજ દસ્તાવેજો ની ખરાઈ અધિકારીઓ દ્વારા કેમ કરવામાં આવી નહોતી. તેવા પ્રકારના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા.
*150 જેટલાં મિલકતો ઉપર બુલડોઝર ફેરવવાના એધાણ: જીવનભરની મૂડી દાવ ઉપર લગાવનાર મિલકત ધારકો બરબાદ થવાની કગાર પર.*
ઉપરોક્ત વિસ્તારમાં મોટાભાગે વ્હોરા સમાજની દુકાનો તેમજ ગોડાઉનનો તથા ખુલ્લા પ્લોટ આવેલા છે. તેઓએ સર્વે નંબર 376/1/1/4 માં 150 જેટલા દુકાનદારો તેમજ ગોડાઉન માલિકોએ ઘર પરિવાર અને દેશને થોડી વિદેશમાં વર્ષો સુધી કામ ધંધો કરી ભેગી કરેલી જીવનભરની મૂડી થતી ઉપરોક્ત મિલકતો ડેવલોપર તેમજ દલાલ મારફતે ખરીદી કરી નાનુ મોટુ સ્ટાર્ટઅપ કર્યું હતું. જોકે નકલી એને પ્રકરણ સામે આવ્યા બાદ ઉપરોક્ત સર્વે નંબર કાગળ ઉપર બોગસ હોવાનું બહાર આવ્યું છે. ઓરીજનલ સરકારી પડતર કહેવાતા 1003 નંબરના સર્વે નંબરને ભેજાબાજોએ કાગળ ઉપર 376 સર્વે નંબર બતાવી બોગસ હુકમો તેમજ દસ્તાવેજો સહિતના નકલી કાગળો બનાવી કરોડો રૂપિયાના વેપાર કરી ઉપરોક્ત મિલકત ધારકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.જોકે હવે નોટિસો મળ્યા બાદ બુલડોઝર ચાલશે તો કેટલાય મિલકત ધારકો બરબાદ થઈ જશે તેમાં કોઈ બે મત નથી.