
રાજેશ વસાવે :- દાહોદ
નકલી એને પ્રકરણમાં તંત્રની મોટી કાર્યવાહી, સરકારી જમીન ઉપર બાંધકામ કરનાર મિલકતધારકોની દિવાળી બગડશે.?
દાહોદમાં ગરબાડા હાઇવે ઉપર સરકારી જમીન ઉપર થયેલ બાંધકામમાં તંત્ર દ્વારા ડીમાર્ગેશન હાથ ધરાતા ખળભળાટ..
ખાનગી સર્વે નંબરનો ક્ષેત્રફળ વધારી સરકારી પડતર પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું: દસ્તાવેજોની વેરીફાઈ કર્યા વગર મિલકત લેનાર મધ્યમવર્ગીય પરિવારોનું સર્વસ્વ લૂંટાયું જેવો ઘાટ
દાહોદ તા. 16
દાહોદમાં બહુચર્ચિત બોગસ એને પ્રકરણમાં તપાસોના ધમધમાટ અને શંકાસ્પદ સર્વે નંબરોમાં ફોજદારી ગુના દાખલ થવાના ભણકારા વચ્ચે દાહોદ મામલતદાર, ડી.એલ.આર, ડી.આઇ.એલ.આર કચેરી દ્વારા ગરબાડા અલીરાજપુર હાઇવે ઉપર સાંગા થી નાનીખરજના સીમાડા સુધીમાં સરકારી પડતર જમીન નંબર૧૦૦૩ને અડીને આવેલા સર્વે નંબર ૩૭૬ માં ક્ષેત્રફળ વધારી સરકારી જમીનને ખાનગી સર્વે નંબરોમાં મેળવી સરકારી જમીન ઉપર ૧૫૦ ઉપરાંત દુકાનો ગોડાઉન સહિતના બાંધકામ થયા હોવાનું સામે આવતા તંત્રની ટીમોએ ઉપરોક્ત બાંધકામ ઉપર માપણીની સાથે ડીમાર્કેશન કરતા સ્થળ ઉપર લોકોના ટોળા જામ્યા હતા.
જોકે એક પ્રકારના ભય અને ઉચવાટ સાથે દુકાનો અને ગોડાઉન માલિકોને દિવાળી ટાણે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બોગસ એને પ્રકરણમાં ભેજાબાજોએ બોગસ હુકમો અને બોગસ દસ્તાવેજો ના આધારે સરકારી જમીનને પચાવી ગેરકાયદેસર બાંધકામ કરી વેચાણ કર્યું હોવાનું સામે આવતા તંત્રની ટીમોએ દબાણ દૂર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ શહેરમાં બહાર આવેલા બહુચર્ચિત નકલી એને કૌભાંડમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે.સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર જમીન કૌભાંડમાં હાથ ધરાયેલી તપાસમાં નકલી એને ના હુકમો સહિત વિવિધ પ્રકારની ગેરેરીતિઓ આચરી હોવાનું તંત્ર દ્વારા તપાસના અંતે બહાર આવતા તાજેતરમાં 219 સર્વે નંબરોની યાદી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી હતી
આ રેવન્યુ નંબરોના જે તે સંબંધીતો સામે ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.તેવા સમયે ઓચિંતું આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવતા સમગ્ર શહેર જિલ્લામાં મચી જવા પામ્યો છે. રેવન્યુ શાખા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ રેવન્યુ સર્વે નંબર 376 અને 376 પૈકી કે જે ગરબાડા-અલીરાજપુર હાઇવે ને અડીને આવેલું સાંગા ફળિયાથી લગાવી અને નાની ખરજ સીમાડા સુધી વિસ્તરી ચૂક્યો હોવાનું કહેવાય છે.એ નંબરમાં મોટા પાયે ગેરરીતિ આચરી સરકારી પડતર નંબર 1003 ને ક્યાંય છુપાવી અને તેના ઉપર વિવિધ પ્રકારના કોમર્શિયલ દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવવા પામ્યું હતું.
એક તરફ સરકારી તંત્ર દ્વારા સંબંધિતો સમક્ષ ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે આજ રોજ સીટી સર્વે કચેરી રેવન્યુ ખાતુ અન્ય સંબંધિત ખાતાએ સાંગા ફળિયાથી સરકારી પત્ર જમીન પર ઉભા થયેલા દબાણનો સર્વે હાથ ધરી અને ડીમારકેશન કરતા સ્થળ ઉપર ભારે લોક ટોળા જામ્યા હતા સરકારી પડતર જમીન કોણે અને ક્યારે ખાનગી નંબરમાં ભેળવી દીધી તે પણ તપાસનો વિષય છે જોકે જે લોકોએ સરકારી પડતર જમીન પર ઉભા કરાયેલા સ્ટ્રક્ચર લીધા છે અથવા જમીન ખરીદી છે તે લોકોમાં ભારે ગમગીની અને એક પ્રકારનો છુપો આક્રોશ ફેલાવવા પામ્યો છે કોઈપણ ભોગે તેઓ પોતાની મિલકતો બચાવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે કટિબંધો હોવાનું જણાવી રહ્યા છે સમગ્ર જમીન કૌભાંડ અંગે તરેહ તરેહની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.ત્યારે સરકાર અને કલેક્ટર શ્રી સહિતના સંબંધિત અધિકારીઓ કે જેઓએ બોનોફાઈડ પરચેઝરને ગભરાવાની જરૂર ન હોવાનું અનેક વખત કરી ચૂક્યા છે ત્યારે સરકારી જમીન પર દબાણ થયા હોવાથી અજાણ મિલકત ધારકો હવે ક્યાં અને કેવી રીતે લડશે તે મહત્વનું બની રહેશે હાલ તો અત્યારે ભારે ગમગીની ભર્યો માહોલ શહેરભરમાં થવા પામ્યો છે શહેરની દિવાળીમાં નોખા નોખા પ્રકારના ફટાકડા ફૂટશે તેવું પ્રતિત થવા પામ્યું છે ત્યારે દાહોદની દિવાળી ફીકી જશે તે વાત નક્કી લાગી રહી છે.
*સરકારી જમીનમાં બાંધકામ કરી મિલકત લેનાર મિલકત ધારકોની દિવાળી બગડશે, વેપારીઓ ચોધાર આંસુએ રડ્યા..*
દાહોદ શહેરના ગરબાડા રોડ ઉપર આજરોજ થયેલું ડીમાર્ગેશન ગમે ત્યારે ડિમોલેશન પાર્ટ ટુ બની શકે છે.મળતા સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગમે તે ઘડીએ સરકારી પડતર જમીન ખાલી કરાવવા તંત્ર ત્રાટકી શકે છે.જોકે આશરે 150 ઉપરાંતના દુકાનદારો અને ગોડાઉન ધારકોમાં પોતાનું સર્વસ્વ લૂંટાઈ જશે તેવી ભાવના ઉત્પન્ન થવા પામી છે સ્થળ ઉપર જ કેટલાક મધ્યમ વર્ગીય વેપારીઓએ પોતાની જિંદગીની મહામૂલી મૂડી આ ગોડાઉન અને દુકાનો ખરીદવામાં લગાવ્યું હોવાનું જણાવીને ચોધાર આસુએ રડી પડ્યા હતા.
સર્વે સ્થળ પર આવેલા મામલતદાર તેમજ અન્ય અધિકારી સામે આજીજી કરતા નજરે પડ્યા હતા તો પોતાની મિલકતો બચાવવા સુ કરવું જોઇએ તેનું માર્ગદર્શન પણ માંગતા હતા પરંતુ સરકારી પડતર હોય કસુ થઈ શકે નહિ ની રત્ત લગાવાઈ હતી હાલ તો માત્ર બડી મારગેશન થઈ રહી છે તેવા સમયે જ કેટલાક દુકાનદારો હતો પોતાની દુકાન અને ગોડાઉન ખાલી કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા આવ્યું છે