Friday, 29/03/2024
Dark Mode

હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાના નિરાકરણ માટે” સખી વન સ્ટોપ સેન્ટર” દાહોદમાં શરૂ કરાયું

હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાના નિરાકરણ માટે” સખી વન સ્ટોપ સેન્ટર” દાહોદમાં શરૂ કરાયું

હિતેશ કલાલ @ સુખસર

હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાના નિરાકરણ માટે” સખી વન સ્ટોપ સેન્ટર” દાહોદમાં શરૂ કરાયું.શારીરિક જાતીય માનસિક ઘરેલુ અને ભાવનાત્મક હિંસાથી પીડિત મહિલાઓ માટે સુવિધા શરૂ કરાઈ

પ્રતિનિધિ દ્વારા સુખસર

દાહોદ જિલ્લામાં હિંસાથી પીડિત હોય તેવી તમામ મહિલાઓ ના તમામ પ્રકારની જેવી કે તબીબી કાયદાકીય હેલ્પલાઇન પોલીસ સહાય સામાજિક સમસ્યાઓનું પરામર્શ માટે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરાયું છે

        દાહોદ જિલ્લા સહિત રાજ્યમાં હાલમાં મહિલાઓ પર અત્યાચાર ના બનાવો દિનપ્રતિદિન નોંધપાત્ર વધારો નોંધાયો છે જિલ્લામાં પણ છેડતી અપહરણ બળાત્કાર સામાજિક માનસિક ત્રાસ ઘરેલુ હિંસા જેવા બનાવો બની રહ્યા છે મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓની જાગૃતતા બાબતે અને કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે તેમ જ સેવાઓ પણ ઉભી કરાઈ છે ત્યારે દાહોદમાં હિંસાથી પીડિત હોય તેવી તમામ મહિલાઓને તમામ પ્રકારની સુવિધાઓ એક જ સ્થળેથી મળી રહે તે અર્થે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં તબીબી કાયદાકીય પોલીસ સહાય હંગામી ધોરણે આશ્રય સામાજિક પ્રશ્નો નો પરામર્શ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે સખી વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક   સંધ્યાબેન દ્વારા કામગીરી ચલાવાઈ રહી છે.

error: Content is protected !!