Tuesday, 19/03/2024
Dark Mode

દાહોદ એ.પી.એમ.સી.થી એમ.જી.વી.સી.એલ.થઇ પાવર હાઉસ સુધીના માર્ગ પરના અડચણરૂપ દબાણો દૂર કરતું પાલિકાતંત્ર..

દાહોદ એ.પી.એમ.સી.થી એમ.જી.વી.સી.એલ.થઇ પાવર હાઉસ સુધીના માર્ગ પરના અડચણરૂપ દબાણો દૂર કરતું પાલિકાતંત્ર..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૫

દાહોદ એ.પી.એમ.સી.થી એમ.જી.વી.સી.એલ.થઇ પાવર હાઉસ સુધીનો જે રોડ છે. આ રોડ કેટલાંય સમયથી અને લોકોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આ રસ્તો અડચણ રૂપ બનેલો હતો કારણ કે, નજીકમાં આવેલ ઓવર બ્રિજનું કામ ચાલે છે. તે કામ કેટલાંય સમયથી બંધ હતું.અને તેમાં નગરપાલિકાનો આ વિસ્તારમાં આવેલ રોડ કુલ ૧૬ મીટરનો છે જે સ્થળ ઉપર ૦૮ મીટર પહોંચાળાઈનો મળે છે.જેના કારણે વારંવાર દાહોદ પાલિકાના સત્તાધીશો દ્વારા વારંવાર દાહોદ એમ.જી.વી.સી.એલ.ને કહેવામાં આવતું હતું કે, આ રોડ ઉપર વધારામાં કરવામાં આવેલ દબાણ, આઠ મીટરની અંદર કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવે પરંતુ દાહોદ એમ.જી.વી.સીએલ. દ્વારા આ દબાણ દુર કરવામાં આવતું ન હતું. આ મેટર બે વર્ષ પહેલા કોર્ટમાં પણ ચાલી હતી પરંતુ કોર્ટ દ્વારા એમ.જી.વી.એસ.એલ.ને કોઈ સ્ટે આપેલ નથી.અને આજે દાહોદ નગરપાલિકા દ્વારા આ રસ્તા ઉપરનું દબાણ દુર કરતાં પહેલા દાહોદ એમ.જી.વી.સી.એલ.ને પાલિકા દ્વારા જાણ પણ કરવામાં આવી હતી.અને જણાવવામાં આવ્યું હતું કે, દાહોદ એમ.જી.વી.સી.એલ.નું જે કંઈ પણ દબાણમાં આવતું વસ્તુ દુર કરી કરવામાં આવે તે પણ દાહોદ નગરપાલિકા દ્વારા જણાવાયું હતું. બીજી તરફ નજીકમાં આવેલ બ્રિજનું કામકાજ સત્વરે ચાલુ કરવું પડે તેમ છે.જેનાથી શહેરની બહુ મોટી ટ્રાફિક સમસ્યાઓ હલ થાય તેમ છે અને જેટલા પણ એ.પી.એમ.સી.માં ભારે વાહનો આવે છે તે તમામ આ રસ્તા ઉપરથી આવે છે.જેથી શહેરની અંદર ભારે વાહનોનો ટ્રાફિક ઘટી જાય અને રોડ ઉપર ભારણ ઘટે એટલા માટે હવે નાછુટકે વારંવાર એમ.જી.વી.એલ.ને સુચનાઓ આપવા છતાંય પણ કોઈ ધ્યાન ન દોરાતાં ના છુટકે દાહોદ પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

દાહોદ શહેરના પડાવ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે. ત્યારે જેતે સમયે આ વિસ્તારોમાંથી ટ્રાફિક સમસ્યાને કાયમ માટે દૂર કરવા માટે દાહોદ નગરપાલિકા દ્વારા માર્કટ યાર્ડથી ઇન્દોર રોડને જાેડતા બ્રિજનો કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જાેકે જે તે સમયે વિવાદમાં ફસાયેલા આ બ્રિજનું કામ ખોરંભે પડી ગયું હતું. ત્યારે હાલમાં જ પાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા નવા સભ્યોએ વહીવટીતંત્ર સાથે એક મિટિંગ યોજી આ બંધ પડેલા બ્રિજના કામને ચાલુ કરવા સંમતિ બંધાઈ હતી.જાેકે આજે પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલ, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, પાલિકાના સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ પાલિકાના નવરચિત સભ્યોની ઉપસ્થિતિમાં માર્કેટથી એમજીવીસીએલ થઇ બ્રિજ સુધીના માર્ગમાં થયેલ દબાણોને બુલડોઝર વડે દૂર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા એમજીવીસીએલને દબાણ હટાવવા મુદ્દે વારંવાર ટકોર કરવામાં આવી હતી. તેમજ આ મામલો કોર્ટ માં પણ ગયો હતો જાે કે, આખરે આજે આ બંધ પડેલા બ્રિજના કામ શરૂ કરવામાં આડખીલી રૂપ બનતા દબાણોને ચીફ ઓફિસર દ્વારા હટાવી લેવા એમજીવીસીએલને અંતિમ સૂચના આપી હતી. જાેકે એમ.જી.વી.સી.એલ દ્વારા કોઈ પ્રત્યુતર ન મળતા આખરે પાલિકા સત્તાધીશોની ઉપસ્થિતિમાં એમ.જી.વી.સી.એલ દ્વારા કરેલા દબાણને બુલડોઝર વડે દૂર કરી આ માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

———————————-

error: Content is protected !!