Tuesday, 19/03/2024
Dark Mode

લીમખેડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે પદભાર ગ્રહણ કર્યોં

લીમખેડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે પદભાર ગ્રહણ કર્યોં

દાહોદ લાઈવ ડેસ્ક…

લીમખેડા તા.05

લીમખેડા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે શર્માબેન જયપાલસિંહ મુનિયા અને ઉપપ્રમુખ તરીકે પટેલ બળવંતસિંહ સબુરભાઇએ સુકાન સંભાળ્યું

આજરોજ તારીખ 5.04.2021 ના રોજ લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં દાહોદ સાસંદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ શર્માબેન મુનીયા અને ઉપપ્રમુખ પટેલ બળવંતસિંહ સુકાન સંભાળ્યું હતું. દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ ન્યાય સમિતિ પક્ષના નેતા દંડક નેતા જિલ્લા સદસ્ય તાલુકા સદસ્યો તેમજ ભાજપના કાર્યકરોને સાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી.તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નું સુકાન સંભાળતા પ્રમુખ શર્મા બેન મુનીયાએ જણાવેલ કે પાર્ટી કાર્યકર્તાઓ ને સાથે રાખી ચૂંટાયેલા સભ્યોના સારા અભિગમ સાથે તાલુકાના અનેકવિધ વણઉકેલ પ્રશ્નોના ઉકેલ માટેની ખાત્રી આપેલ તેમજ મતદારોએ મારા ઉપર મુકેલો વિશ્વાસ અને પાર્ટી ને વફાદારી તાલુકાનો વિકાસ કરવો એ મારુ પ્રથમ સોપાન અને લક્ષ્ય છે મારા ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા હું હંમેશા જાગૃત રહીશ અને જનજન સુધી સરકારની અનેકવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા પુરા પ્રયત્નો કરીશ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને આવકાર આપ્યા બાદ તાલુકા પંચાયતની બહાર જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલભાઈ ધરીયા એ જણાવેલ કે તારીખ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસે દરેક કાર્ય કરો એ પોતાના ઘરે પાર્ટી નો ધ્વજ સવારે નવ વાગ્યા સુધીમાં ફરકાવવો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જી નું વીડિયો કોન્ફરન્સથી થનારુ સંબોધન દરેક બુથ ઉપર કાર્યકર્તાઓ સાથે રહી નિહાળવાનું છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે દાહોદ સાસંદ જશવંતસિંહ ભાભોર લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર નવા ચૂંટાયેલા જિલ્લા સદસ્ય સી કે મેડા સરતન ભાઈ ડામોર ચેરમેન મંગુ ભાઈ ભાજપ મહામંત્રી રમેશ ભાઈ નિનામા રતન સિંહ રાવત દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલભાઈ ધરીયા લીમખેડા સરપંચ દિનેશભાઈ ભરવાડ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ઉપસ્થિત રહી પ્રમુખ અને ઉપપ્રમુખ ને શુભેચ્છા ઓ પાઠવી હતી.

error: Content is protected !!