Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરામાં આવેલી કુમાર શાળાને મિશ્ર શાળા બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ

ફતેપુરામાં આવેલી કુમાર શાળાને મિશ્ર શાળા બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ

વિનોદ પ્રજાપતિ :-  ફતેપુરા 

ફતેપુરા તાલુકા કન્યા શાળા નગરથી એક થી બે કિલોમીટર દૂર હોવાના કારણે ફતેપુરા તાલુકા કુમાર શાળાને મિશ્ર શાળા બનાવવાની ઉઠેલી લોકમાંગ

નવા સત્રથી મિશ્ર શાળા કાર્યરત થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત

ફતેપુરા તા.02

ફતેપુરા તાલુકામાં તાલુકા કુમાર શાળા તેમજ તાલુકા કન્યા શાળા આવેલી છે.ફતેપુરા તાલુકા કન્યા શાળા ફતેપુરા થી એક થી બે કિલોમીટર દૂર તેલગોળા મુકામે આવેલી છે.જેના કારણે તાલુકા કન્યા શાળામાં અભ્યાસ કરતી નાની નાની વિદ્યાર્થીનીઓ (બાળાઓ) ને દરરોજનું બે થી ચાર કિલોમીટર ચાલીને આવવું જવું પડતું હોય છે.જેના કારણે બાળકો થાકી જતા હોય છે.ત્યારે ફતેપુરા નગરના મધ્યમાં આવેલ તાલુકા કુમાર શાળાને મિશ્ર શાળા બનાવી દેવામાં આવે તો ફતેપુરા નગરની આજુબાજુના વિદ્યાર્થીઓને સરળતા પડે તેમ છે

ફતેપુરા નગર તેમજ ફતેપુરા નગરના આજૂબાજૂના કાળીયા વલુંડા વલુન્ડી તેમજ કરોડિયા ગામના વિદ્યાર્થીઓ તાલુકાની મુખ્ય શાળામાં અભ્યાસ અર્થે આવતા હોય છે.ત્યારે બેટી પઢાવો બેટી બચાવોનું સૂત્ર સાર્થક નીવડે અને નાની નાની બાળાઓને ન્યાય મળે તે માટે ફતેપુરા તાલુકાના ગ્રામજનો દ્વારા તાલુકા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી તાલુકા કુમાર શાળાની મિશ્ર શાળા બનાવી દેવામાં આવે તો નાની નાની બાળાઓને તેમ જ બાળકોને નગર થી એક થી બે કિલોમીટર દૂર આવેલી શાળામાં અભ્યાસ અર્થે જવું પડે નહીં માટે નવા સત્રથી તાલુકા કુમાર શાળા ને મિશ્ર શાળા માં ફેરવે દેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.મોટાભાગની શાળાઓ તો દૂર સુધી ચાલીને જવા માટે કંટાળી જતી હોય છે તો અમુક બાળાઓ શાળાએ તો જાય પણ થાકના કારણે અભ્યાસ પર તેને માઠી અસર પડે છે વળી ફતેપુરા તાલુકા કુમાર શાળા ને બાર ઓરડાની બાંધકામની મંજૂરી પણ મિશ્ર શાળા બનાવવા માટેની આપી હતી તેવું જાણવા મળ્યું હતું

error: Content is protected !!